પ્રેમી પંખીડા અર્જુન અને મલાઈકા સાથે ક્લિનિકની બહાર આવતા દેખાયા તો પૂછ્યું કે પ્રેગ્નન્ટ? કે કોઈ ખુશ ખબરી તો નથીને?

0

મલાઈકા અરોડા અને અર્જુન કપૂર બોલીવુડના આ પ્રેમી પંખીડા હંમેશા ચર્ચામાં રહે છે. થોડા થોડા દિવસોના અંતરે તેમની કોઈ તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે.

image source

હાલ જ બંનેની એક તસ્વીર ખુબ વાયરલ થઇ હતી. અર્જુન કપૂર  મલાઈકા અરોડા સાથે કોઈ ક્લિનિકમાંથી બહાર આવતા સ્પોટ કરવામાં આવ્યા હતા. જો કે એ ક્લિનિક શેનું છે અને બંને ત્યાં શા માટે ગયા હતા તે હજુ સુધી ખબર પડી નથી.

પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ તસ્વીરોને જોઈને લોકો અલગ અલગ પ્રકારની વાતો કરી અને મજાક બનાવી રહ્યા છે. કોઈએ કોમેન્ટ કરી હતી કે ‘ગુડ ન્યુઝ આવશે’ તો કોઈએ લખ્યું હતું કે ‘દાળમાં કંઈક કાળું છે.’

અર્જુન અને મલાઈકા કાંઈ પહેલી વખત કોઈ હોસ્પિટલની બહાર એક સાથે જોવા મળ્યા હોય એવું નથી. પહેલા પણ આ કપલ લીલાવતી હોસ્પિટલની બહાર એકસાથે નજરે ચઢ્યા હતા.એ સમયે પણ કોઈ ખુશ ખબરી છે એવી વાતો ફેલાવી સોશિયલ મીડિયા યુઝર્સે બંનેની ખુબ મજાક બનાવી ઉડાવી હતી.

image source

મલાઇકા અને અર્જુન બંનેએ આ વાત સ્વીકારી છે કે બંને એકબીજાને પસંદ કરે છે. કોફી વિથ કરણના શોમાં મલાઈકાએ સ્વીકાર્યું હતું કે તે અર્જુન કપૂરને ખુબ પસંદ કરે છે.

image source

ત્યાં જ બંને સોશિયલ મીડિયામાં એકબીજાના વખાણ કરતા પણ નજરે ચઢ્યા હતા. અર્જુન કપૂરે પણ મીડિયા સામે સ્વીકાર્યું હતું કે મલાઈકા તેને પસંદ છે.

 

View this post on Instagram

 

♥️

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on

અર્જુન કપૂરની ફિલ્મ ‘ઈન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ’ની સ્પેશ્યલ સ્ક્રીનિંગ પર અર્જુને મલાઈકા પ્રત્યેની તેની ફીલિંગ્સ લોકો સામે સ્વીકારી હતી. બંને ઘણી પાર્ટી અને ઇવેન્ટમાં સાથે જોવા મળતા રહે છે. કોઈક વખત બંને ડિનર માટે કોઈ રેસ્ટોરન્ટમાં સાથે જોવા મળે છે.

 

View this post on Instagram

 

Happy bday my crazy,insanely funny n amazing @arjunkapoor … love n happiness always

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

હાલ જ આ કપલ અનિલ કપૂરની દિવાળી પાર્ટીમાં એક સાથે નજરે ચઢ્યા હતા.આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની પ્રી-વેડિંગ માટે પણ બંને એક સાથે જ સ્વિટ્ઝર્લેન્ડ પહોંચ્યા હતા.

image source

જણાવી દઈએ કે અર્જુન કપૂર મલાઈકા કરતા 12 વર્ષ નાનો છે. મલાઈકા 45 વર્ષની છે ત્યાં અર્જુન ફક્ત 33 વર્ષનો જ છે. 2017માં મલાઈકા અને સલમાનના ભાઈ અરબાઝ ખાનના ડિવોર્સ થયા હતા. બંનેનો 16 વર્ષનો એક છોકરો પણ છે.મલાઈકા સાથે ડિવોર્સ પછી અરબાઝ જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here