મનોરંજન

શ્રીદેવીનો એ સાવકો દીકરો કે જે બહેનો માટે બન્યો ઢાલ, જાણો એવું તો શું કર્યું

બોલિવૂડનો અભિનેતા અર્જુન કપૂરનું અંગત જીવન હંમેશા જ ચર્ચાઓમાં રહે છે. ચાહે તેના પિતા બોની કપૂર સાથેના સમીકરણો હોય કે તેમની સાવકી માતા શ્રીદેવી સાથેના સંબંધો હોય, કે પછી હવે તેમના અને મલાઈકા અરોરાના અફેરની ચર્ચાઓ.

 

View this post on Instagram

 

Serial Chiller.

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on

અર્જુન કપૂરના ફિલ્મો કરતા તેમના અંગત જીવન વિશે વધુ ચર્ચાઓ થતી હોય છે. એક અભિનેતા તરીકે તેઓ સારું કામ કરી રહયા છે પણ એક વ્યક્તિ તરીકે તેઓએ લાખો લોકોનું દિલ જીતી લીધું છે. ખાસ કરીને જયારે દિગ્ગજ અભિનેત્રી ણ તેમની સાવકી માતા શ્રીદેવી મૃત્યુ પામી એ પછી તેઓ પોતાના પિતા બોની કપૂર અને સાવકી બહેનો જાહન્વી કપૂર અને ખુશી કપૂરની પડખે જે રીતે ઉભા રહયા હતા અને જે રીતે બધું જ સાચવ્યું હતું, લોકો તેમના વ્યક્તિત્વના ચાહક બની ગયા છે.

શ્રીદેવીના ઓચિંતા થયેલા મૃત્યુ બાદ એક મજબૂત સ્તંભ તરીકે તેમને બહેનો અને પિતાને સધિયારો આપ્યો છે. કહેવાય છે કે તેમના શ્રીદેવી સાથેના સંબંધો સારા ન હતા કારણ કે તેમના પિતાએ અર્જુનની માતાને છોડીને શ્રીદેવી સાથે લગ્ન કર્યા હતા. આ જ કારણે અર્જુનની બોન્ડિંગ અંશુલા સાથે જેવી છે એવી સાવકી બહેનો ખુશી અને જાહન્વી સાથે ન હતી.

પણ શ્રીદેવીના ગયા બાદ એ ત્રણે બહેનો સામે એક ઢાલની જેમ ઉભો છે. એ ભલે ઈમોશનલ સધિયારો આપવો હોય કે સોશિયલ મીડિયા પર તેમના પર થેયલા ભદ્દા કૉમેન્ટ્સ હોય, અર્જુન હંમેશા બહેનોનો સાથ આપે છે અને ટ્રોલર્સને જવાબ આપીને બહેનોનો સાથ આપે છે.

Image Source

આવું જ કઈંક તેમના અને મલાઈકાના સંબંધોમાં છે. અર્જુનનું નામ મલાઈકા અરોરા સાથે ચર્ચાતું રહે છે. તેમના સંબંધો વિશે ખુલીને ભલે તેમને કઈ જ ન કહ્યું હોય પણ આ વિશે હંમેશા તેમના પર સવાલો ઉઠાવવામાં આવે છે. સોશિયલ મીડિયા પર તેમની તસવીરો અવારનવાર વાયરલ થતી જ રહે છે. પરંતુ બંને વચ્ચે ઉંમરના તફાવતને લઈને તેમના પર સવાલો ઉઠે છે. જો કે અર્જુન એ બાબત પર ધ્યાન જ નથી આપતો અને અવગણે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks