પહેલા અર્જુન કપૂરનું સલમાન ખાનની બહેન જોડે હતું લફડુ, અત્યારે ભાભી જોડે છે છે ઇલુ ઇલુ- જુઓ
બૉલીવુડ એક્ટર અર્જુન કપૂર કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. હાલ તે મલાઈકા સાથેના સંબંધને લઈને ચર્ચામાં રહે છે. અર્જુન કપૂરે બહુ જ ઓછા સમયમાં બોલીવુડમાં એક ખાસ જગ્યા બનાવી લીધી હતી. આ માટે તેને ઘણી મહેનત પણ કરી હતી. અર્જુન કપૂરને સફળતા મેળવવામાં સલમાન ખાને પણ ઘણી મહેનત કરી હતી.

સલમાન ખાનનો જેના પર હાથ રહે છે તેનું નસીબ બદલાઈ જાય છે. આવું જ કંઈક અર્જુન કપૂર સાથે થયું હતું. અર્જુનનું વજન એક સમયે 140 કિલો હતો પરંતુ સલમાને તેને આપી હતી. બધા લોકો જાણે છે કે, સલમાન ખાન સાથેની દુશમની ભારે પડે છે. બોલીવુડમાં કોઈ સલમાન સાથે ટકરાવવાની હિંમત નથી કરતા. પરંતુ અર્જુન કપૂર એક એવો સ્ટાર છે જેને સલમાનની દુશ્મનીની પરવાહ કર્યા વગર તેની અર્પિતાને પ્રેમ કર્યો હતો.

અર્જુને સલમાનની દુશ્મનીની પરવાહ કર્યા વગર તેની બહેન અર્પિતા સાથે પ્રેમ કરી બેઠો હતો. એક ચેટ શોમાં અર્જુન કપૂરે સ્વીકાર્યું હતું કે, તેની અત્યાર સુધીની સૌથી સિરિયસ રિલેશનશિપ સલમાનની બહેન અર્પિતા સાથે હતી. અર્જુન જયારે 18 વર્ષનો હતો ત્યારે તે અર્પિતાને ડેટ કરતો હતો. અર્જુનનું કહેવું છે કે તેનો અને અર્પિતાનો રિલેશન ઘણો સિરિયસ હતો. અર્જુન અને અર્પિતાએ લગભગ 2 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું હતું.

2 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેનું બ્રેકઅપ થઇ ગયું હતું. અર્જુને એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, તે સલમાન ભાઈથી ડરતો હતો. એક મીડિયા રિપોર્ટ અનુસાર, સલમાન ખાનને અર્જુન અને તેની બહેનના અફેરની ખબર હતી. સલમાન ખાને ક્યારે પણ આ મામલે હસ્તક્ષેપ કર્યો નથી.

બ્રેકઅપ બાદ તેને અર્જુન કપૂરને સપોર્ટ જ કર્યો હતો. અર્પિતા અને અર્જુનની રિલેશનશિપ વિષેની ખબર બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં કોઈનાથી છુપી ના હતી. અર્જુનથી અલગ થયા બાદ અર્પિતાએ આયુષ શર્મા સાથે લગ્ન કરી લીધા હતા. આજે તે 2 બાળકોની માતા છે.

એક મેગેઝીનમાં છપાયેલી ખબર અનુસાર, બંનેના બ્રેકઅપનું કારણ મલાઈકા અરોરા હતી. આ ખબરમાં કેટલી સત્યતા છે તે કહેવું મુશ્કેલ છે. રિપોર્ટ્સનું માનીએ તો અર્જુન, મલાઈકાની અદાપર ફિદા થઈ ગયો હતો તેથી તેને અર્પિતા સાથેનો સંબંધ પૂરો કરી દીધો હતો. કહેવામાં આવે છે કે, મલાઈકા અને અર્જુનની રિલેશનશિપની અર્પિતા પર ખાસ અસર પડી ના હતી પરંતુ ખાસ પરિવારને આ વાત પસંદ આવી ના હતી.