હેલ્થ

અર્જુનની છાલના ફાયદા જાણીને તમે પણ ચોંકી ઉઠશો, આ રીતે કરો તેનો ઉપયોગ

પૃથ્વી ઉપર ઘણી બધા વૃક્ષો અને છોડ છે જેનો ઉપયોગ આયુર્વેદમાં થતો હોય છે. તેનાથી ઘણા રોગો જડમૂળથી મટી જતા પણ હોય છે. એવું જ એક વૃક્ષ છે અર્જુન. પહેલાના સમયમાં તેની છાલનું ચૂરણ, ઉકાળો અને રસ ઘણી બીમારીઓને દૂર કરવા માટે વપરાતો હતો. ખાસ કરીને ઉચ્ચ રક્તચાપ અને હૃદયરોગ દૂર કરવા માટે તેનો વિશેષ ઉપયોગ કરવામાં આવતો હતો. તો એવા આર્યુર્વેદિક ગુણો ધરવતા અર્જુનીની છાલના ઉપયોગ અને ગુણો વિષે જાણીશું.

Image Source

1. હૃદયની સ્વસ્થતા માટે:
હૃદયરોગ જેવી અનિયમિત ધડકન અને સોજા વગેરેને દૂર કરવાની સાથે અર્જુનની છાલ સ્ટ્રોકના ખતરાને ઓછો કરવામાં પણ મદદ કરે છે. તેના માટે અર્જુનની છાલ અને જંગલી ડુંગળીનું સમાન માત્રામાં ચૂરણ બનાવી લેવું. આ ચૂરણને અડધી ચમચી માત્રાની અંદર રોજ દૂધની સાથે લેવું, જેનાથી હૃદયરોગમાં ફાયદો મળશે.

Image Source

2. લોહીનું દબાણ ઓછું કરવા માટે:
હાઈ બ્લડ પ્રેશરને દૂર કરવા માટે અર્જુનની છાલ ખુબ જ ફાયદાકારક છે. તે કોલેસ્ટ્રોલને ઓછું કરીને લિપિડ ટ્રાઇગ્લિસરાઈડના સ્તરને પણ ઘટાડે છે. તેના સેવનથી લોહીનો પ્રવાહના અવરોધો દૂર થાય છે. તેના માટે તમારે એક ચમચી અર્જુનની છાલનો પાવડર બે ગ્લાસ પાણી નાખીને ઉકાળવો. પાણી અડધું થઇ જવા ઉપર તેને સવાર સાંજે ખાલી પેટે પી લેવું.

Image Source

3. ઉધરસ માટે:
અર્જુનની છાલનો ઝીણો પાવડર, તાજા લીલા અડુસાના પાનાંનો રસમાં ભેળવી સુકવી લેવા. આવું સાત વાર કરવું. આ ચુરાની અંદર મધ ભેળવીને ખાવાની ઉધરસમાં રાહત મળે છે.

Image Source

4. ચહેરા માટે:
ચહેરા સંબંધી ઘણી સમસ્યાઓને દૂર કરવા માટે અર્જુનની છાલ ખુબ જ પ્રભાવશાળી હોય છે. અર્જુનના વૃક્ષની છાલ, બદામ, હળદર અને કપૂરને એક સમાન માત્રાની અંદર વાટીને ફેસપેકની જેમ ચહેરા ઉપર લગાવી લેવાથી ચહેરા ઉપરની બધી જ કરચલીઓ દૂર થાય છે અને ચહેરા ઉપર સારો નિખાર પણ આવે છે.

Image Source

5. પેશબનો અવરોધ દૂર કરવા માટે:
અર્જુનની છાલમાંથી બનેલો ઉકાળો પિવાના કારણે પેશબમાં આવતા અવરોધો દૂર થાય છે. તેની છાલને કચડીને બે કપ પાણીની અંદર ઉકાળી લેવી, જયારે પાણી અડધું થઇ જાય ત્યારબાદ તેને ઠંડુ કરીને દર્દીને પીવડાવી દેવું.  દિવસમાં એકવાર આ પાણી પીવડાવવાથી પેશબ સંબંધી તકલીફો દૂર થાય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.