કેટરીના કૈફ, વિક્કી કૌશલ અને આલિયા ભટ્ટ, રણબીર કપૂરના લગ્ન બાદ હવે બોલિવૂડની બીજી એક જોડી લગ્ન કરવા માટે તૈયાર છે. ચાહકોની ખુબ જ પ્રિય જોડી અને સૌથી વધારે ચર્ચામાં રહેતી જોડી મલાઈકા અરોરા અને અર્જુન કપૂર જલ્દી લગ્નના બંધમાં બંધાઈ શકે છે. મલાઈકા અને અર્જુન કપૂર એક બીજાને ડેટ કરતા 4 વર્ષ કરતા વધુ સમય વીતી ચુક્યો છે. હવે આ કપલ તેમના સંબંધને નામ આપવા માટે તૈયાર છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે મલાઈકા અને અર્જુન આ જ વર્ષે ઠંડીની સીઝનમાં એટલે કે ડિસેમ્બરમાં લગ્ન કરવાની યોજના બનાવી રહ્યા છે. આ કપલ લગ્નમાં ખાલી તેના પરિવારના લોકોને અને નજીકના લોકોને જ હશે. રણબીર આલિયા અને કેટરીના વિક્કી કૌશલની જેમ આ કપલના લગ્ન પણ સિક્રેટ રીતે મુંબઈમાં થવા જઈ રહી છે. અભિનેતા અરબાઝ ખાન સાથે છૂટાછેટા લીધા બાદ મલાઈકા અરોરા બીજી વખત લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે અર્જુન અને મલાઈકા એક ભવ્ય રીતે લગ્ન નથી કરવા માંગતા. બંને સાદગીમાં વિશ્વાસ રાખે છે અને એટલે જ તેમના લગ્ન રજીસ્ટર કરાવ્યા બાદ એક ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કરવાના છે. પાર્ટીમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને આ કપલના ખુબ જ નજીકના લોકોને બોલાવવામાં આવશે. આ દરમ્યાન પરિવારના સદસ્યોમાં આખો કપૂર પરિવાર અને મલાઈકાના માતા-પિતા શામેલ થશે. કરીના કપૂર ખાન પણ આ કપલને કૂબ જ સારી રીતે ઓળખે છે એટલે ગેસ્ટ લિસ્ટમાં તેમનું પણ નામ શામેલ હોઈ શકે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર મલાઈકા અને અર્જુન તેમના લગ્નના ડ્રેસ પર પણ વધારે ખર્ચો કરવા નથી માંગતા. લગ્ન રજીસ્ટર કરાવ્યા બાદ મલાઈકા એક સાધારણ પરંતુ આકર્ષક સાડીમાં જયારે અર્જુન એક સાધારણ કુર્તામાં હોઈ શકે છે. પાર્ટી માટે બંને વેસ્ટર્ન આઉટફિટનો વિચાર કરી શકે છે.
અર્જુન અને મલાઈકાના લગ્નની ચાહકો ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા હવે બંને વિંટર વેડિંગની ખબરે ચાહકોને સુપર એક્સાઈટેડ કરી દીધા છે. હવે જોઈએ છીએ કે બોલિવૂડનું આ કપલ ક્યારે લગ્ન કરવા જઈ રહ્યા છે.