લાખો-કરોડો દિલોની ધડકન એવા અરિજિત સિંહ સાથે લાઈવ કોન્સર્ટ દરમિયાન થઇ ગેરવર્તણૂક, મહિલા ચાહકે ખેંચ્યો હાથ, ઇજા પણ પહોંચી.. જુઓ વીડિયો

મહિલાએ ચાલુ શોમાં અરિજિતનો હાથ ખેંચતા થયો ઘાયલ, ફેનને કહ્યું, “તમે અહીં મજા કરવા આવ્યા છો..” જુઓ વીડિયો

arijit singh injured in live show : બોલીવુડના કલાકારોની જેમ ગાયકો (Singer) નો પણ ચાહકોની વચ્ચે દબદબો છે. એમાં પણ અરિજિત સિંહ (arijit singh) નું નામ આવે તો ભાગ્યે જ કોઈ એવું હશે જે તેનું ચાહક નહીં હોય. અરિજિતના કરોડો ચાહકો દુનિયાભરમાં છે અને તેના જયારે લાઈવ કોન્સર્ટ થતા હોય ત્યારે તો જાણે કીડિયારું ઉભરાયું હોય તેમ માનવ મહેરામણ ઉભરાય છે.

ત્યારે હાલમાં જ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં લાઈવ પરફોર્મન્સ દરમિયાન એક ચાહક દ્વારા હાથ ખેંચી લેતા સિંગર અરિજિત સિંહ ઘાયલ થયો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે અરિજિત પરફોર્મન્સ દરમિયાન દર્શકો સાથે વાતચીત કરી રહ્યો હતો, ત્યારબાદ કોન્સર્ટ અટકાવી દેવામાં આવ્યો હતો.

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં અરિજિત ધીરજપૂર્વક ફેન્સ સાથે વાતચીત કરતો જોવા મળે છે. અરિજિત ફેન્સને સમજાવતો જોવા મળે છે કે ‘તમે મને ખેંચી રહ્યા હતા’. મહેરબાની કરીને સ્ટેજ પર આવો. સાંભળો, હું સંઘર્ષ કરી રહ્યો છું, ઠીક છે? તમારે આ સમજવું પડશે.’

તેણે કહ્યું, ‘તમે અહીં મજા કરવા આવ્યા છો, કોઈ વાંધો નથી. પરંતુ જો હું પરફોર્મ ન કરી શકું, તો તમે મજા નહીં માણી શકો, તમે મને આ રીતે ખેંચી રહ્યા છો, હવે મારા હાથ ધ્રુજી રહ્યા છે. મારે જવું જોઈએ?’ જ્યારે આ ઘટનાનો વીડિયો સામે આવ્યો ત્યારે લોકોએ તે પ્રશંસકની ટીકા કરી.

લોકોએ કહ્યું કે આ પ્રકારનું કૃત્ય યોગ્ય નથી. ત્યાં ઘણા લોકોએ અરિજીતની પ્રશંસા કરી કે આ બધું હોવા છતાં, તેણે સંયમ અને શાંતિ જાળવી રાખી, તેણે પોતાનો ગુસ્સો ગુમાવ્યો નહીં. અન્ય એકે કમેન્ટમાં લખ્યું કે એક ફેન તરીકે હું આ ઘટનાથી શરમ અનુભવી રહ્યો છું. કૃપા કરીને જલ્દી સ્વસ્થ થાઓ.

Niraj Patel