બોલીવુડના જાણીતા સિંગર અરિજિત સિંહ ‘આશિકી-2’ના ગીતથી રાતોરાત લાઇમલાઇટમાં આવી ગયા હતા. અરિજિત સિંહ તેની પર્સનલ લાઈફને લાઇમ લાઈટ દૂર જ રાખે છે. ઘણા ઓછો લોકો તેની અંગત જિંદગી વિષે જાણે છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, અરિજિત સિંહે તેની જિંદગીમાં 2 લગ્ન કર્યા છે. પહેલી પત્ની સાથે છુટાછેડા લીધા બાદ એક બાળકની માતા સાથે બીજા લગ્ન કર્યા હતા.
View this post on Instagram
અરિજિત સિંહની કરિયરની વાત કરવામાં આવે તો તેને તેની કરિયરની શરૂઆત તબલા વગાડવાથી કરી હતી. આ બાદ તેના આઇડલ સંગીતકારને ફોલો કરીને સંગીતની દુનિયામાં ડેબ્યુ કર્યું હતું.
View this post on Instagram
અરિજિત સિંહના સંગીતકારના લિસ્ટમાં ઉસ્તાદ રાશીદ ખાન, ગુલામ અલી ખાન અને ઝાકીર હુસૈન જેવા મોટા નામો શામેલ છે.
View this post on Instagram
અરિજિતે પહેલી વાર ટીવી શો ‘ગેમ ગુરુકુળ’ માં ભાગ લીધો હતો. ખાસ વાત એ છે કે, આ શોમાં સંહત્ય લીલા ભણસાલીએ અરિજિતને પહેલી વાર નોટિસ કર્યા હતા. આ બાદ સંજય લીલા ભણસાલીએ તેની આગામી ફિલ્મ ‘સાંવરિયા’ માં તેને મોકો આપ્યો હતો.
View this post on Instagram
અરિજિત સિંહ જેટલી તેની પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં નથી રહ્યા તેનાથી વધુ તે તેની અંગત જિંદગીને કારણે ચર્ચામાં રહ્યા છે. અરિજિતએ પહેલા લગ્ન રિયાલિટી શો દરમિયાન તેની કો-કોનસેટન્ટ સાથે 2013માં કરી હતી. પરંતુ સંબંધમાં મતભેદ થવાને કારણે આ લગ્ન લાંબા સમય સુધી ચાલ્યા ના હતા. વર્ષ 2013માં જ બંને અલગ થઇ ગયા હતા.
View this post on Instagram
આ બાદ અરિજિત સિંહે વર્ષ 2014માં બીજા લગ્ન તેની બાળપણની દોસ્ત કોયલ કોઈ સાથે કર્યા હતા. કોયલને તેના લગ્નજીવનમાં તકલીફ હોવાને કારણે તેના પતિથી અલગ થઈને અરિજિત સિંહ સાથે લગ્ન કરી લીધા હતા. કોયલ કોયને પહેલા લગ્નથી એક બાળક પણ છે.
View this post on Instagram
અરિજિત સિંહે તેના બીજા લગ્નની જાણકારી લાંબા સમય બાદ સોશિયલ મીડિયામાં તસ્વીર શેર કરીને આપી હતી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન અરિજિત સિંહને બીજા લગ્નને લઈને વાત પૂછવામાં આવ્યું તો તેને રિપોર્ટરને પર્સનલ લાઈફને સવાલ કરવા પર મનાઈ કરી દીધી હતી.
View this post on Instagram
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.