આઇશાનો પતિ આરીફને થાય છે હવે અફસોસ, આજે કોર્ટમાં રજૂ કરાશે, દીકરીને ગુમાવ્યા બાદ પિતા મીડિયા સમક્ષ ચોધાર આંસુએ રડી પડ્યા

અમદાવાદ : વટવાની આઈશાની આત્મહત્યા કેસમાં પોલીસ તેના પતિ આરિફને રાજસ્થાનથી અમદાવાદ લઈ આવી છે. જો કે, મીડિયા રીપોર્ટ્સ અનુસાર, લોકઅપમાં પૂછપરછ વખતે આરિફના ચહેરા પર આઈશાના મોતનું જરા પણ દુ:ખ દેખાતુ ન હતુ.

પૂછપરછમાં આરિફે આઈશાના મોતનો જરા પણ અફસોસ વ્યક્ત કર્યો ન હતો. આરિફના આવા વર્તનથી ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. આઈશાના ગર્ભપાત બાદથી જ બંને વચ્ચે વિવાદ હોવાનું તેણે કબૂલ્યું હતું. આજે આરિફને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.


વટવામાં આઇશાએ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ કર્યા બાદ પતિ આરીફે એક પણ વખત વાતચીત કરી ન હતી. પરંતુ આઇશા પતિ આરીફને અનેક વખત ફોન કરતી હતી. પરતું પતિ ફોન ઉપાડતો ન હતો. જેથી આરીફ પ્રેમ કરતો ન હતો તે વારંવાર આઇશાને જણાવ્યું હતું. આપઘાતના દિવસે બંને વચ્ચે વાતચીતમાં સૌથી વધુ બાળકના મિસ કેરેજને લઈ વાતચીત થઈ હતી.

બીજી તરફ આરીફ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી દેશભરમાંથી માંગ ઉઠી છે. પોલીસે આરીફની આઈપીસીની કલમ 306 (આપઘાત માટે ઉશ્કેરણી) હેઠળ ધરપકડ કરી છે. આ ઉપરાંત આરીફ અને તેના માતા-પિતા સામે ઘરેલું હિંસાનો કેસ પણ ચાલી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદની આઈશા આપઘાત કેસે ગુજરાત જ નહીં દેશભરના લોકોને હચમચાવી દીધા છે. અને સોશિયલ મીડિયા પર જસ્ટિસ ફોર આઈશા ટ્રેન્ડ કરી રહ્યા છે. ચકચાર મચાવનારા આ કિસ્સા અંગે પોલીસે આરોપી પતિ આરિફની ધરપકડ કરી લીધી છે. આઈશા આપઘાત કેસમાં વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે આરિફને રાજસ્થાનથી અમદાવાદ લાવી હતી. અને તેને લોકઅપમાં પૂરી દીધો હતો.

દીકરીને ગુમાવ્યા બાદ પિતા મીડિયા સમક્ષ ચોધાર આંસુએ રડી પડ્યા જુઓ વીડિયો :-

Shah Jina