રોંગસાઈડ વાહન ચલાવવા બાબતે જાહેરમાં મારામારી, પિયુષ ધાનાણી પર જાહેરમાં હુમલો- જુઓ વીડિયો

વાહન ચાલકનો વીડિયો ઉતારી વાયરલ કરનાર પિયુષ ધાનાણીને લોકોએ ફટકાર્યો

ગુજરાતમાંથી ઘણીવાર મારામારીની ઘટના સામે આવતી હોય છે, ત્યારે હાલમાં સુરતમાંથી આવી એક ઘટના સામે આવી, જેમાં એક જાગૃત નાગરિક પર વાહનચાલકો દ્વારા જાહેરમાં જ હુમલો કરવામાં આવ્યો. સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા પિયુષ ધાનાણી સાથે કેટલાક વાહનચાલકોએ ઝપાઝપી કરી. પિયુષ ધાનાણીના રોંગ સાઈડ જતા લોકોને અટકાવવા દરમિયાન જ આ ઝપાઝપી થઇ હોવાનું સામે આવ્યુ છે.

રોંગસાઈડ વાહન ચલાવવા બાબતે જાહેરમાં મારામારી

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો હતો. જણાવી દઇએ કે, પિયુષ ધાનાણી એક જાગૃત નાગરિક છે, જે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેઓ રોંગ સાઈડ પર જતા લોકોને અટકાવે છે. ત્યારે આજે નાના વરાછા ચીકુ વાડી પાસે કેટલાક વાહનચાલકોએ તેમની સાથે ઝપાઝપી કરી. પિયુષ ધાનાણી લોકોને જીવ જોખમમાં નહીં મુકવાનો સંદેશ આપે છે.

પિયુષ ધાનાણીને લોકોએ જાહેરમાં માર માર્યો

પરંતુ આવા જ વ્યક્તિને જાહેરમાં માર મરાયો હોવાની ઘટના સામે આવી. પિયુષ ધાનાણી પર હુમલો થતા લોકોમાં આક્રોશ છે. ત્યારે આ મામલે તેમણે કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, વાહન ચાલકોનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવા જતા બબાલ થઇ હોવાનું કહેવાઇ રહ્યુ છે. આ સાથે એવું પણ કહેવાઇ રહ્યુ છે કે પિયુષ ધાનાણી સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરી ફોલાઅર્સ વધારતા હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina