ખબર

વડા પ્રધાન મોદીના કચરા વીણતા વિડીયો પર ભાવુક થયું બૉલીવુડ, જાણો શું-શું કહ્યું બૉલીવુડ સેલેબ્સે

વડાપ્રધાન મોદી સ્વચ્છ ભારત અભિયાન ચાલુ કર્યું છે. વડા પ્રધાન મોદીએ ભારતના પ્રથમ નાગરિક તરીકે ચેન્નાઈના એક બીચ પરથી વીણતાં હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા વાયરલ થયો છે. આ વીડિયોમાં ઘણો લોકોએ તેની પ્રતિક્રિયા આપી છે. પ્રધાનમંત્રીના ખાસ અંદાજની લોકો તારીફ કરી રહ્યાં છે. તો ઘણા લોકો વડાપ્રધાનના કાર્યને સમાજ માટે એક મિશાલ બતાવી રહી છે. વડાપ્રધાન મોદીનું આ પ્રેરણાદાયિક અનેસાદગી ભર્યા આ કાર્યને બોલીવુડના સેલેબ્સે પણ શુભેચ્છા પાઠવી છે.


અજય દેવગણે પ્રધાનમંત્રીના આ કાર્યની સરાહના કરી હતી. સાથે જ કહ્યું હતું ક, વડાપ્રધાન મોદીનું આ કદમ સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ કરવાનું રિમાઇન્ડર પણ છે.

અક્ષયકુમારે આ વિડીયો શેર કરતા લખ્યું હતું કે, સર્વ શ્રેષ્ઠ નેતા એ જ કહેવાય કે જે મિશાલ દેખાડી લોકોને રાહ દેખાડે છે. સ્વસ્થ રહેવા માટે પણ આ એક બહેતરીન કામ છે, સાથે જ લોકોને સાર્વજનિક સ્થળ પર સાફ રાખવાનો સંદેશો આપે છે.

અનુપમ ખેરે લખ્યું હતું કે, વડાપ્રધાન મોદીની આ તસ્વીર આવનાર સમયમાં પુરી દુનિયામાં ઈમાનદારી, સચ્ચાઈ, સાદગી અને નિસ્વાર્થ ભાવનાનું પ્રતીક બનશે. આ તસ્વીરમાં સ્વચ્છ ભારત અભિયાન તો છે જ પણ સાથે જ એક ફકીરની છબી પણ છુપાઈ છે.

અનિલ કપૂરે પણ પીએમની તસ્વીરને રીટ્વીટ કરીને તેની તારીફ કરી હતી. અનિલે લખ્યું હતું કે, ‘આપણી આજુબાજુની સફાઈ રાખવું એ ફક્ત આપણા ઘર પૂરતું જ સીમિત નથી. આ આપણા ઘર અને પુરા દેશને સ્વચ્છ રાખવાનું અને સુરક્ષિત રાખવાનું છે.’

જણાવી દઈએ કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વિડીયો ગત 12 ઓક્ટોબરે ટવીટર પર પોસ્ટ કર્યો હતો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.