ગોલ્ડ મેડલિસ્ટ નેશનલ પ્લેયરે કરતી આત્મહત્યા….પતિ અને સસરાની કાળી હકીકત સામે આવતા જ તમે ધિક્કારશો

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર આપઘાતના મામલાઓ સામે આવે છે. જેમાં ઘણીવાર પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ કે પછી ઘરકંકાસ જેવા કારણો હોય છે. ઘણીવાર પરણિતાઓ સાસરિયાઓના ત્રાસને કારણે કે દહેજની પ્રતાડનાને કારણે આપઘાત કરી લેતી હોય છે. ત્યારે હાલમાં જ એક મામલો સામે આવ્યો છે જેમાં રાષ્ટ્રીય સ્તરની તીરંદાજ ખેલાડી ભાવનાએ જીવ આપી દીધો. ચંડીગઢના નયા ગામમાં મહિલા ખેલાડીની લાશ ઘરથી મળી આવી હતી. પોલિસે દહેજ પ્રતાડનાના આરોપમાં પ્રોફેસર પતિની ધરપકડ કરી હતી.

જાણકારી અનુસાર, ગોલ્ડ મેડલ વિજેતા ભાવના શુક્રવારે રાત્રે નયા ગામના દશમેશ નગર સ્થિત ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. ભાવના 27 વર્ષની હતી, તેના પિતાએ દહેજ પ્રતાડનાનો આરોપ લગાવતા પોલિસ ફરિયાદ દાખલ કરાવી છે. પિતાની ફરિયાદ પર આરોપી પતિ સચિન ચહલ નિવાસી જીંદ (હરિયાણા) વિરૂદ્ધ કેસ દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી. આરોપીને શનિવારે અદાલતમાં પેશ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને બે દિવસના પોલિસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો.

એવું કહેવામાં આવી રહ્યુ છે કે મહિલા ખેલાડી ભાવનાનો પતિ સચિન ચહલ ચંડીગઢમાં પંજાબ યુનિવર્સિટી હિસ્ટ્રી વિભાગમાં અસિસ્ટેંટ પ્રોફેસર છે. નવેમ્બર 2022માં બંનેના લગ્ન થયા હતા. આરોપ છે કે લગ્ન બાદથી જ સાસરી પક્ષ દહેજમાં કાર અને ચંડીગઢમાં ફ્લેટ અપાવવા દબાણ કરી રહ્યા હતા. 17 ફેબ્રુઆરીના રોજ રાત્રે લગભગ સાડા આઠ વાગ્યા આસપાસ પરિજનને સચિનનો ફોન આવ્યો કે ભાવના દરવાજો નથી ખોલી રહી, તે બાદ દરવાજો ખોલ્યો તો ભાવના બેડ પર મૃત હાલતમાં પડેલી હતી.

પ્રતિકાત્મક તસવીર

ભાવનાએ તીરંદાજીમાં નેશનલ ગેમ્સમાં મેડલ જીત્યુ હતુ અને સાથે જ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો હતો. હાલ કે ખિલાડી કોટેથી નોકરી મેળવવા માટે ટેસ્ટની તૈયારી કરી રહી હતી. ભાવનાના પિતાએ જણાવ્યુ કે તેમની દીકરી જ્યારે પણ તેની માતા સાથે વાત કરતી તો કહેતી કે સચિન તેની સાથે નાની નાની વાતો પર ઝઘડો કરે છે અને મારપીટ કરે છે. 13 ફેબ્રુઆરીએ ભાવનાની તેની નાની બહેન સાથે વાત થઇ તો તેણે જણાવ્યુ કે તેની સાસુ અને નણંદ મેણા મારે છે. જો કે, પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યુ છે કે ભાવનાએ ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

Shah Jina