મનોરંજન

પતિ સાથે કારમાં રોમાન્સ કરી રહી હતી આ હિરોઈન, અચાનક કોન્સ્ટેબલ પોલીસ અને પછી જે થયું તે…

ટીવી જગતનો બેસ્ટ કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’માં રવિવારના એપિસોડમાં બૉલીવુડ અભિનેતા નવાઝુદીન સિદ્દીકી અને અભિનેત્રી આથિયા શેટ્ટી પોતાની આવનારી કોમેડી ફિલ્મ ‘મોતીચુર ચકનાચૂર’ના પ્રમોશન માટે આવ્યા હતા. આ દરમિયાન દરેકે ખુબ મજાક મસ્તી કરી હતી.

Image Source

આ દરમિયાન દરેક કિરદારોએ પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા કિસ્સાઓ રજૂ કર્યા હતા, જેના પછી અર્ચના પૂરણ સિંહ પણ પોતાના જીવનનો એક કિસ્સો જણાવતા પોતાને રોકી શકી ન હતી. અર્ચનાએ પોતાના પતિ પરમીત સાથે જોડાયેલો એક કિસ્સો રજૂ કર્યો હતો જે સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહ્યો છે.

અર્ચનાએ કિસ્સો જણાવતા કહ્યું હતું કે કેવી રીતે તે પોતાના પતી પરમીત સાથે ગાડીમાં રોમાંસ કરી રહી હતી અને પોલીસે તેઓને પકડી લીધા હતા.

શો ના દરમિયાન કપિલે નવાઝુદીનને સવાલ કર્યો કે તેણે પોતાના પાર્ટનર સાથે ક્યારેય ખોટું બોલ્યું છે? તેનો જવાબ આપતા નવાજુદીને કહ્યું કે તે પોતાની ગર્લફ્રેન્ડને જે પણ કહેતા હતા તે હંમેશા ખોટું જ હોતું હતું. પછી કપિલે પણ પોતાનો કિસ્સો શેર કરતા જણાવ્યું કે અમૃતસરમાં તેની એક ગર્લફ્રેન્ડ હતી અને કપિલ તેને ખોટું બોલતા હતા કે પોતે સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ છે. તેના સિવાય સામાન્ય રીતે કપલ એકબીજાને ફૂલ આપવાનું પસંદ કરતા હોય છે જ્યારે કપિલની ગર્લફ્રેન્ડ તેને ગિફ્ટમાં દૂધના પેકેટ્સ આપતી હતી.

Image Source

જેના પછી અર્ચનાએ પણ પોતાના પતિ સાથે રોમાંસ કરતા સમયે બનેલો એક કિસ્સો શેર કર્યો હતો. તેણે કહ્યું કે તે પોતાના પતિ પરમિત સાથે ગાડીમાં રોમાંસ કરી રહી હતી અને ત્યારે જ કોન્સ્ટેબલે તેઓને પકડી લે છે. આ દરમિયાન અર્ચના ખુબ જ ડરી જતી હોય છે ને તેને સમજાવવાની કોશિશ કરે છે બંન્ને પતિ-પત્ની છે. અર્ચનાએ કહ્યું કે તે થોડું જોખમ ભર્યું તો હતું પણ વરસાદના દિસવોમાં રોમાંસ કરવો ખુબ જ સારો અનુભવ કરાવે છે.

જો કે કપિલ શર્મા શો માં હંમેશાથી કોઈને કોઈ બાબતને લીધે મજાક મસ્તી તો ચાલતી જ રહે છે. તાજેતરમાં જ કપિલ શર્મા શો ને ITA એર્વોર્ડ-2019 માં અનેક એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યો છે. શો ને બેસ્ટ કૉમેડી શો નો એવોર્ડ મળ્યો છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.