માત્ર 27 વર્ષની જ છે KGFમાં રોકી ભાઇની માતાનો રોલ પ્લે કરનારી અભિનેત્રી, રિયલ લાઇફમાં છે ખૂબ જ ગોર્જિયસ, તસવીરો જોઇ થઇ જશો દીવાના

રોકી ભાઇની મમ્મી રોકીથી 9 વર્ષ નાની છે, રિયલ લાઇફમાં દેખાય ખુબ જ હોટ જુઓ

“અગર તુમમેં હિંમત હો કી હજારો લોગ તુમ્હારે પીછે ખડે હૈ તો તુમ સિર્ફ એક જંગ જીત પાઓગે…અગર હજાર લોગોને હિંમત જુટાલી કી તુમ ઉનકે આગે ખડે હો તો તુમ દુનિયા જીત લોગે.” જો તમે KGF ફિલ્મ જોઇ હશે તો તમને આ ડાયલોગ બહુ સારી રીતે યાદ હશે. ‘KGF’માં અર્ચના જોઈસ એટલે કે યશની માતાના આ ડાયલોગે તેને રાજા કૃષ્ણપ્પા બૈર્યમાંથી રોકી ભાઈ બનાવ્યો હતો. તે રોકી ભાઈ જે મુંબઈ પર નહીં પણ દુનિયા પર રાજ કરવા માંગે છે. ‘KGF ચેપ્ટર 1’માં અર્ચનાનો રોલ નાનો હતો પરંતુ એટલો જોરદાર હતો કે તેણે લોકોના દિલ પર પોતાની છાપ છોડી દીધી હતી. (તમામ તસવીરો : ઇન્સ્ટાગ્રામ)

અર્ચનાને ‘KGF 2’માં પણ અમુક જગ્યાએ બતાવવામાં આવી છે, પરંતુ ફ્લેશબેકમાં. શું તમે જાણો છો કે આ ફિલ્મમાં ગરીબ અને ડરેલી માતાનું પાત્ર ભજવી રહેલી અર્ચના વાસ્તવિક જીવનમાં ખૂબ જ સ્માર્ટ અને ગ્લેમરસ છે.સાઉથ સુપરસ્ટાર યશની બ્લોકબસ્ટર ફિલ્મ KGF 2 બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે. દેશ-વિદેશમાં આ ફિલ્મ જોરદાર ધૂમ મચાવી રહી છે. જ્યારથી આ ફિલ્મ રિલીઝ થઈ છે ત્યારથી તેની સ્ટારકાસ્ટની જબરદસ્ત ચર્ચા થઈ રહી છે.

ત્યારે આજે અમે તમને રોકીની ઓનસ્ક્રીન માતા અર્ચના જોઇસ વિશે કેટલીક વાતો જણાવવા જઇ રહ્યા છે. ફિલ્મમાં અર્ચના અને યશના બોન્ડે તમારી આંખો ઘણી વખત ભીની કરી હશે. જો તમે તેને KGF 2 ફિલ્મમાં જોઇ હશે, તો ચોક્કસ તમે તેનું અસલી વ્યક્તિત્વ જોઈને આશ્ચર્યચકિત થઈ જશો. અર્ચનાને ઓળખવામાં તમે મૂર્ખ બની જશો. અર્ચના રિયલ લાઈફમાં ખૂબ જ સુંદર છે. તેના ઇન્સ્ટા પર શેર કરાયેલા ફોટા તેની અપાર સુંદરતાની વાત કરે છે.

અર્ચના સાઉથ ઈન્ડસ્ટ્રીની જાણીતી મોડલ અને અભિનેત્રી છે. KGF અર્ચનાની કારકિર્દી માટે સૌથી મોટી ગેમ ચેન્જર સાબિત થઇ છે. આ ફિલ્મે તેને ખ્યાતિ અપાવી છે. અર્ચના જેટલી સારી અભિનેત્રી છે એટલી જ સારી ડાન્સર પણ છે. અર્ચના જોઈસ એક ટ્રેન્ડ કથક ડાન્સર છે. તે ઘણા સ્ટેજ શોનો ભાગ રહી ચુકી છે. અભિનેત્રીના ઈન્સ્ટા પ્રોફાઈલ પર તેના ડાન્સ કરતી વખતે ઘણી તસવીરો જોઈ શકાય છે. તેને ક્લાસિકલ ડાન્સ કરતા જોવી એ ચાહકો માટે કોઈ ટ્રીટથી ઓછું નથી.

અર્ચના કર્ણાટકની છે. અર્ચના પરિણીત છે. તેના પતિનું નામ શ્રેયસ ઉથુપ્પા છે. અર્ચના તેના પતિ સાથે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે.અર્ચના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. અર્ચનાની મિલિયન ડોલરની સ્માઈલ પર ચાહકો મરી જાય છે. અર્ચનાની તસવીરો એટલી ખુશનુમા છે કે તે કોઈ પણનો દિવસ બનાવી શકે છે.

ઇન્સ્ટાગ્રામ પર અર્ચનાના 151k ફોલોઅર્સ છે. KGFથી અર્ચનાની લોકપ્રિયતા સાતમા આસમાને પહોંચી ગઈ છે. તમને જણાવી દઇએ કે, ફિલ્મમાં અર્ચનાએ ભલે યશની માતાની ભૂમિકા ભજવી હોય, પરંતુ વાસ્તવિક જીવનમાં તે તેના કરતાં ઘણી નાની છે. રિયલ લાઈફમાં, અર્ચના યશ કરતાં લગભગ 9 વર્ષ નાની છે. અર્ચના માત્ર 27 વર્ષની છે, જ્યારે યશ 36 વર્ષનો છે.

Shah Jina