અરબાઝ ખાનની વિદેશી ગર્લફ્રેન્ડનું ફિગર જોઈને મનને મળશે શાંતિ, 5 PHOTOS દિલ ખુશ કરી દેવાના છે

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની તેની હોટનેસને લઇને અવાર નવાર ચર્ચામાં રહે છે. તે તેની તસવીરો ઘણીવાર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. લોકો ઘણીવાર તેના લુક્સની ખૂબ સરાહના પણ કરે છે. આમ તો સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઇના કોઇ હસીનાની તસવીરો વાયરલ થઇ રહી છે પણ કેટલીક એવી અભિનેત્રીઓ છે જેની તસવીરોની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હોય છે. ચાહકો તેમની એક ઝલક મેળવવા માટે પણ બેતાબ રહેતા હોય છે.

અરબાઝ ખાનની રૂમર્ડ ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની પણ આ અભિનેત્રીઓમાંની એક છે. જોર્જિયા એન્ડ્રિયાનીના ઇન્સ્ટાગ્રામ પર 14 લાખ ફોલોઅર્સ છે. તેનું કેટલાક સમય પહેલા જ એક વીડિયો સોન્ગ રીલિઝ થયુ છે. જેની ઘણા લોકોએ સરાહના કરી હતી. જોર્જિયા એન્ડ્રિયાનીનો જન્મ ઈટાલીમાં થયો હતો અને તેણે તેનું બાળપણ લંડનમાં વિતાવ્યું હતું. જોર્જિયાએ તેની કારકિર્દી એક મોડેલ તરીકે શરૂ કરી હતી.

જોર્જિયાએ બોલિવૂડમાં કરિયરની શરૂઆત કરી અને તેની પહેલી બોલિવૂડ ફિલ્મ ગેસ્ટ ઇન લંડન હતી. આ પછી, તે તે જ વર્ષે આઇ લવ યુ ટ્રયુલીમાં પણ જોવા મળી હતી. ફિલ્મો સિવાય તે ઘણા આઈટમ સોંગ્સમાં પણ જોવા મળી છે. તેણે ઘણા પ્રોજેક્ટ પણ કર્યા હતા. જોર્જિયા એન્ડ્રિયાની એક ઈટાલિયન અભિનેત્રી અને મોડલ છે જે સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાનને ડેટ કરવાને કારણે ચર્ચામાં છે.

તે બોલિવૂડનો પણ એક ભાગ છે અને અત્યાર સુધી ઘણા પ્રોજેક્ટનો ભાગ રહી ચુકી છે. જોર્જિયા એન્ડ્રિયાની સોશિયલ મીડિયા પર બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરે છે. લાખો યુઝર્સ તેને માત્ર ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. જોર્જિયા 2018માં અચાનક ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેની અરબાઝ ખાન સાથે તસવીર વાયરલ થઇ. જણાવી દઇએ કે, અરબાઝ ખાન અને મલાઇકા અરોરાના છૂટાછેડા થઇ ગયા છે અને તે બાદથી તે અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યુમાં અરબાઝે જોર્જિયા એન્ડ્રિયાની સાથે ઉંમરના તફાવત વિશે વાત કરી હતી. અરબાઝ અને જોર્જિયા એન્ડ્રિયાની વચ્ચે લગભગ 22 વર્ષનું અંતર છે. જ્યારે અરબાઝ ખાન 55 વર્ષનો છે ત્યાં જોર્જિયા 33 વર્ષની છે. ઉંમરના તફાવતને કારણે બંને ઘણીવાર ટ્રોલ થાય છે. ત્યારે આ મામલે અરબાઝે સિદ્ધાર્થ કાનન સાથેની વાતચીતમાં કહ્યું, “અમારી વચ્ચે ઉંમરમાં ઘણો તફાવત છે,

પરંતુ અમારામાંથી કોઈએ તેને અનુભવ્યો નથી. હું ક્યારેક તેને પૂછું છું, ‘ખરેખર?’ તે ટૂંકું અને ટૂંકા ગાળાનું અફેર હોઈ શકે છે. પરંતુ જ્યારે તમે કોઈ સંબંધમાં આવો છો, ત્યારે તમે વધુ આગળ જોતા નથી, પરંતુ તમે તેમાં જેટલા લાંબા સમય સુધી રહો છો, ત્યાં વધુ પ્રશ્નો હોય છે જેનો જવાબ આપવો જરૂરી છે. આવી સ્થિતિમાં, તમે તેને આગળ લઈ જવાનું પસંદ કરો છો. મારા માટે આગળ વાત કરવી ખૂબ જ ઉતાવળ છે.”

Shah Jina