બૉલીવુડ એક્ટર અરબાઝ ખાન અને એક્ટ્રેસ મલાઈકા અરોરાન ડાયવૉર્સને ઘણો સમય થઇ ગયો હોવા છતાં પણ પણ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. અરબાઝ ખાન તેની ગર્લ ફ્રેન્ડ જોર્જિયા સાથેના લગ્નને લઈને તો મલાઈકા તેના બોય ફ્રેન્ડ અર્જુન કપૂરને લઈને ચર્ચામાં રહે છે. એક સમયે અરબાઝ ખાન અને મલાઈકાને બી ટાઉન કપલ માનવામાં આવતું હતું .
View this post on Instagram
મલાઈકા અને અરબાઝ ખાને 12 ડિસેમ્બર 1998ના રોજ ખ્રિસ્તી અને મુસ્લિમ રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્નના 19 વર્ષ બાદ બોલીવુડના આ સ્ટાર કપલે 2017માં અલગ થઇ ગયા હતા. આ બાદ મલાઈકા અરોરા અને અરબાઝ ખાન તેના છૂટાછેડાને લઈને ઘણું બોલી ચુક્યા છે. ત્યારે હવે અરબાઝ ખાને એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેના અલગ થવા વિષે જણાવ્યું હતું.
View this post on Instagram
અરબાઝ ખાને હાલમાં જ એક વેબસાઇટને ઇન્ટરવ્યૂ આપ્યું હતું. આ ઇન્ટરવ્યૂમાં તતેની ફિલ્મ દબંગ-3 સાથે-સાથે તેની અંગત જિંદગીને લઈને પણ વાત કરી હતી. મલાઈકા સાથે અલગ થવાને લઈને અરબાઝે જણાવ્યું હતું કે, જો તમારું બાળક હોય તો તમે ફેંસલો લેવા માટે ઘણો મુશ્કેલ થઇ જાય છે. એક સમય એવો પણ આવ્યો હતો કે, આ સંબંધનું જલ્દી-જલ્દી નિરાકરણ લાવવું જરૂરી બની ગયું હતું.
View this post on Instagram
અરબાઝે વધુમાં કહ્યું હતું કે, મારા પુત્ર તે સમયે ફક્ત 12 વર્ષનો હતો, છતાં પણ બધું સમજતો હતો. જે જાણતો હતો કે, શું ચાલી રહ્યું છે. તેને વધારે સમજાવવાની જરૂર ના હતી. મારે અને મલાઈકાને અરહાનની કસ્ટડીને લઈને પણ કોઈ વિવાદ થયો ના હતો.
View this post on Instagram
મલાઈકાને અરહાનની કસ્ટડી આપવામાં આવી છે. હું હંમેશા મારા દીકરા સાથે છું. મલાઈકાને જયારે અરહાનની કસ્ટડી મળી ત્યારે હું તેની સાથે ઝઘડ્યો ના હતો, કારણકે મને લાગ્યું હતું કે, બાળક હજુ નાનું છે તેને તેની માતાની વધુ જરૂર છે. અરહાન જયારે 18 વર્ષનો થશે ત્યારે તે વિચારશે કે તેને કોની સાથે રહેવું છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, મલાઈકા અરોરાથી અલગ થયા બાદ અરબાઝ ખાન જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહઃયો છે. ઘણી વાર આ બંને સાથે સ્પોટ થાય છે. તો મલાઈકા અરોરા અર્જુન કપુરને ડેટ કરી રહી છે. આ દરમિયાન અર્જુન અને મલાઈકા પણ ઘણી જગ્યા પર સ્પોટ થાય છે.
View this post on Instagram