મલાઇકાના પૂર્વ પતિ અરબાઝ ખાને આપ્યુ મલાઇકાને ખાસ ગિફ્ટ, જુઓ તસવીર

મલાઈકા ભાભી ખુશીથી ઉછળી પડ્યા એવી ગિફ્ટ આપી અરબાઝ ખાને, જુઓ

બોલિવુડની ફિટનેસ ફ્રીક મલાઇકા અરોરા હંમેશા તેની ફિટનેસને લઇને સજાગ રહે છે. તેને અવાર નવાર પેપરાજી દ્વારા જીમ, ડાન્સ ક્લાસ કે યોગા ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે. મલાઇકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છેે.

મલાઇકાએ હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં એક તસવીર શેર કરી હતી. મલાઇકા તરફથી એક ખાસ પોસ્ટ શેર કરવામાં આવી છે.

મલાઇકાએ જણાવ્યું છે કે, તેને તેના પૂર્વ પતિ અરબાઝ ખાન તરફથી એક ભેટ મળી છે. આ કોઇ જ્વેલરી કે કિંમતી ભેટ નથી પરંતુ સ્વાદિષ્ટ કેરીની એક પેટી છે.

અભિનેત્રીએ પોતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કરી તે કેરીની પેટી દેખાડી છે. તે વીડિયો સાથે મલાયકાએ લખ્યું છે- આ કેરી માટે આભાર અરબાઝ જેને તમે ઓનલાઇન ઓર્ડર કરી શકો છો.

હાલમાં જ મલાઇકા અરોરા અને તેની બહેન અમૃતા અરોરાએ સોશિયલ મીડિયા હેન્ડલ પર એક તસવીર શેર કરી હતી. જેને જોઇને ચાહકોને મલાઇકા અને અરબાઝની જોડી યાદ આવી ગઇ હતી.

અરબાઝ ખાને તેમની પૂર્વ પત્ની મલાઇકા અરોરા અને તેની બહેન અમૃતા અરોરાને કેરી ગિફ્ટ કરી હતી. આ ગિફટ માટે મલાઇકા અને અમૃતાએ તેમનો આભાર પણ માન્યો હતો.

તમને જણાવી દઇએ કે, એક સમયે આઇટમ સોન્ગની મશહૂર ડાંસર રહી ચૂકેલી અભિનેત્રી મલાઇકા અરોરાએ બોલિવુડના દબંગ સલમાન ખાનના ભાઇ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા.

વર્ષ 1998માં મલાઇકાએ અરબાઝ સાથે લગ્ન કર્યા હતા અને લગ્નના ઘણા વર્ષો બાદ વર્ષ 2017માં તેમણે છૂટાછેડા લીધા હતા. જો કે, મલાઇકાએ આ વિશે કયારેય ખુલીને વાત કરી નથી. તેઓને એક દીકરો પણ છે. જેનું નામ અરહાન ખાન છે.

ડિવોર્સ બાદ એક તરફ મલાઇકા હાલ બોલિવુડ અભિનેતા અર્જુન કપૂર સાથે તેના રિલેશનને લઇને ઘણી ચર્ચામાં રહે છે, ત્યાં અરબાઝ ખાન પણ ગર્લફ્રેન્ડ જયોર્જિયા સાથે ઘણીવાર જોવા મળે છે.

Shah Jina