મનોરંજન

53 વર્ષના અરબાઝ ખાન 22 વર્ષ નાની ગર્લફ્રેન્ડ જોર્જિયાને કરી રહ્યા છે ડેટ- જુઓ બોલ્ડ તસ્વીરો

વાહ સલમાનના ભાઈને તો મોજે મોજ છે, જુઓ કેવી બોલ્ડ છોકરી સાથે ઇલુ ઇલુ ચાલી રહ્યું છે

4 ઓગસ્ટ 1967 ના રોજ જન્મેલા સલામન ખાનના ભાઈ અરબાઝ ખાન આજના દિવસે 53 વર્ષના થઈ ચુક્યા છે. અરબાઝ ખાન આજે એક પ્રોડ્યુસર છે પણ શરૂઆતમાં તેણે અભિનય દ્વારા કારકિર્દીની શરૂઆત કરી હતી.

એવામાં આજે અરબાઝ ખાનના જન્મદિસવના આ ખાસ મૌકા પર તેના જીવન સાથે જોડાયેલી અમુક ખાસ વાતો જણાવીશું. અરબાઝ ખાને એક્ટિંગની શરૂઆત ફિલ્મ ‘દરાર’ દ્વારા કરી હતી જેમાં તેણે બેસ્ટ નેગેટિવ રોલ નિભાવ્યો હતો,

ફિલ્મમાં તેની સાથે અઅભિનેત્રી જુહી ચાવલા હતી. આ ફિલ્મ માટે અરબાઝ ખાનને ફિલ્મફેર બેસ્ટ વિલેનનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

આગળના અમુક સમયથી અરબાઝ ખાન પોતાની પર્સનલ લાઇફને લીધે પણ ચર્ચામાં રહે છે. અભિનેત્રી મલાઈકા અરોરા સાથે છૂટાછેડા લીધા પછી તે ઇટાલિયન મૉડલ અને અભિનેત્રી જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરવા લાગ્યા હતા. બંન્ને પાર્ટી કે ઇવેન્ટમાં પણ એકસાથે જોવા મળે છે અને બંન્નેના લગ્નની ખબરો પણ આવતી રહે છે.

Image Source

30 વર્ષની જોર્જિયા એક ફેમસ ઇટાલિયન મૉડલ છે અને આગળના ઘણા સમયથી મોડેલિંગ ફિલ્ડમાં જ છે. ભારતમાં પણ તેના ઘણા રેમ્પ શો જોવા મળ્યા છે. જણાવી દઈએ કે જોર્જિયા અરબાઝ કરતા ઉંમરમાં 22 વર્ષ નની છે.

Image Source

હાલના દિવસોમાં અરબાઝ જોર્જિયા સાથે તેના જ ફ્લેટમાં સાથે રહે છે. આગળના વર્ષે જાણવા મળ્યું હતું કે ખાન પરિવારને જોર્જિયા પસંદ આવી ચુકી છે અને લગ્ન માટેની પણ મંજૂરી આપી દીધી છે. એક ચેટ શો માં પણ અરબાઝ-જોર્જિયા પોતાના રીલેશનની વાત કબૂલી ચુક્યા છે.

Image Source

જોર્જિયા ફિલ્મોમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે જેના માટે અરબાઝ તેની મદદ કરી રહ્યા છે. જણાવી દઈએ કે જોર્જિયા વર્ષ 2017 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગેસ્ટ ઈન લંડન’માં જોવા મળી ચુકી છે.

એક ઈન્ટર્વ્યુમાં જોર્જિયાએ અરબાઝ સાથેના લગ્નને લઈને પણ વાત કહી હતી. જોર્જિયાનાં આધારે તેને લગ્નની અફવાઓ પર કોઈજ ફર્ક નથી પડતો કેમ કે તેણે ક્યારેય પોતાના રિલેશનને છુપાવ્યું નથી.

Image Source

પોતાના અને અરબાઝના રિલેશન પર જોર્જિયાએ કહ્યું હતું કે જ્યારે પણ મને મારા રિલેશન વિશે ઇન્ટરવ્યૂમાં પૂછવામાં ત્યારે મેં તેનો ખુશી ખુશી જવાબ આપ્યો છે. મને ખબર હતી કે મારી અને અરબાઝની દોસ્તી પર ચર્ચા થશે.

Image Source

અરબાઝ ખાને વર્ષ 1998 માં અભિનેત્રી મલાઈકા અરોરા સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2002 માં મલાઈકાએ દીકરા અરહાનને જન્મ આપ્યો હતો. લગ્નના 18 વર્ષ પછી મલાઈકાએ ચાહકોને જાણ કરી કે તે અલગ થવા જઈ રહી છે અને વર્ષ 2017 માં તેણે અરબાઝ સાથે છૂટાછેડા લઇ લીધા.

Image Source

હાલ મલાઇકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે અને બંન્નેએ પોતાના રિલેશને પણ જગજાહેર કરી દીધું છે. અભિનેત્રી મલાઈકા અરોડા સાથે ડિવોર્સ બાદ સલમાન ખાનના ભાઈ અભિનેતા અરબાઝ ખાનના અફેરની ખબરો જોર્જિયા એન્ડ્રિયાની સાથે આવી રહી છે.

જોર્જિયા આ સમયે દુબઇની અંદર છે અને ત્યાંથી તે ઘણી તસવીરો અને વીડિયો શેર કરી રહી છે, ત્યારે હાલમાં જ તેનો ઊંટ સવારી કરતો વીડિયો સોશિયલ મીડિયાની અંદર ધૂમ મચાવી રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોર્જિયા રણમાં ઊંટ ઉપર જોવા મળી રહી છે. આ દરમિયાન જોર્જિયાએ સફેદ રંગનું ખુબ જ બોલ્ડ આઉટફિટ પહેર્યું છે, જેમાં તે ખુબ જ ગ્લેમરસ લાગી રહી છે.

આ વીડિયો શેર કરવાની સાથે જોર્જિયાએ કેપશનમાં લખ્યું છે, “ઓ બેટા જી”. સોશિયલ મીડિયા ઉપર આ વીડિયોને હજારો લોકોએ નિહાળ્યો છે. આ પહેલા પણ જોર્જિયાએ દુબઈમાંથી પોતાની ઘણી ગ્લેમરસ તસવીરો શેર કરી છે, જેમાં તેનો બોલ્ડ અને સ્ટાઈલિશ અંદાજ જોવા મળી રહે છે.

જોર્જિયા સિંગર મિકા સિંહ સાથે એક આલ્બમ સોન્ગ રૂપ તેરા મસ્તાનામાં નજર આવી હતી, જેને લોકોએ ખુબ જ પસંદ કર્યું હતું. આવનારા દિવસોમાં તે અભિનેતા શ્રેયાંસ તલપડે સાથે બોલીવુડની અંદર ડેબ્યુ કરતી જોવા મળશે.

અરબાઝ ખાન અને મલાઈકાના છૂટાછેડા લીધા બાદ મલાઈકા અર્જુન કપૂર સાથે ના સંબંધોના કારણે ચર્ચામાં છે તો અરબાઝ ખાન ઇટાલિયન મોડેલ જોર્જિયા સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે. એવા જોર્જિયા એન્ડ્રિયાની પણ લાઈમાં લાઇટમાં છવાયેલી રહે છે.

હાલ જોર્જિયાની કેટલીક હોટ તસવીરો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઇ રહી છે. જોર્જિયાએ પોતે જ આ તસ્વીરોને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે. જોર્જિયાએ અંદર બે તસવીરો શેર કરી છે. જેની પ્રસંશા કરતા લોકો થાકતા નથી.