ગર્લફ્રેન્ડ સાથે માલદીવમાં ક્વોલિટી સમય વીતાવી રહ્યા છે અરબાઝ ખાન, તસવીરોમાં જોવા મળ્યો હોટ અને રોમેન્ટિક અંદાજ

વાહ શું નસીબ છે સલમાનના ભાઈના…પોતાનાથી 24 વર્ષ નાની બોલ્ડ યુવતી સાથે વેકેશન પર નીકળી પડ્યો – જુઓ ખુબસુરત PHOTOS

બોલિવુડ અભિનેતા અરબાઝ ખાન પ્રોફેશનલ લાઇફથી વધારે પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. આ દિવસોમાં અરબાઝ ખાન તેમની ગર્લફ્રેન્ડ જોર્જિયા સાથે માલદીવમાં વેકેશન મનાવી રહ્યા છે. અરબાઝ ખાને હાલમાં જ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે માલદીવમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. અરબાઝ સાથે તેમની ગર્લફ્રેન્ડ અને મોડલ જોર્જિયા પણ જોવા મળી રહી છે.

મલાઈકા અરોરા ફિટનેસ અને જીમ લુકના બાબતે માસ્ટર માનવામાં આવે છે. જોકે તેના પૂર્વ પતિ અરબાઝ ખાનની ગર્લફ્રેંડ જોર્જિયા એન્ડ્રિયાની પણ મલાઈકાને ખુબ જ જોરદાર ટક્કર આપે છે. તેનું લેટેસ્ટ ઉદાહરણ જોર્જિયાના એરપોર્ટ લુકમાં જોવા મળ્યું હતું જેમાં તે ટોપ પહેરીને તેના ટોન્ડ મિડ્રિકને ફ્લોન્ટ કરતી દેખાઈ હતી. જોર્જિયાનો લુક એવો હતો કે તે મલાઈકાની સાથે બીજી બીટાઉન બલાઓને પણ ટક્કર આપી રહી હતી.

મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જોર્જિયાએ ગાડીમાંથી ઉતરતા ફૂલ સ્ટાઈલમાં એન્ટ્રી કરતી દેખાઈ હતી અને ત્યાં ઉભેલા પેપરાજીને પોઝ આપ્યા હતા. આ ગોર્જીયસ લેડી ક્યાં જઈ રહી છે તે હજી સુધી ખબર પડી નથી પરંતુ જોર્જિયાએ ટ્રાવેલ પ્રમાણે ઍથ્લીજર લુક પસંદ કર્યો હતો જે આ દિવસોમાં ફેશન ટ્રેંડમાં છવાયેલો છે.

જોર્જિયાએ ગ્રીન કલરનું ટ્રેક પેન્ટ પહેર્યું છે. આ પેન્ટને જોર્જિયાએ સ્પોર્ટ્સવિઅર અપૈરલ બનાવવા વાળી કંપની એડિદાસથી લીધું હતું. તેણે લોઅરની સાથે સફેદ કલરનું ટોપ પહેર્યું હતું. ક્રોપ ટોપમાં હાઈનેક અને હાફ સ્લીવ્સ હતી. તેના આ કપડાંની સાથે જોર્જિયાએ સફેદ કલરના સ્પોર્ટ શૂઝ પહેર્યા હતા. તેમજ જોર્જિયાના હાથ પર એપલની સ્માર્ટ વોચ પણ દેખાઈ રહી છે.

બોલિવૂડ સ્ટાર્સના અફેર હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ખાસ કરીને જ્યારે કોઈ મોટા અને પ્રખ્યાત પરિવારની વાત આવે છે ત્યારે આવા સમાચાર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ જતા હોય છે. અરબાઝ ખાન અને તેની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની કોઈકને કોઈક કારણોસર ચર્ચામા રહેતા હોય છે.

અભિનેત્રી મલાઈકા અરોરા સાથે છૂટાછેડા લીધા બાદ અભિનેતા અરબાઝ ખાન મોડલ જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે. અરબાઝ ઘણીવાર જોર્જિયા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતો જોવા મળે છે. તસવીરોમાં અરબાઝ ગ્રે ટી-શર્ટ અને સફેદ શોર્ટ્સમાં જોવા મળી રહ્યો છે. જ્યારે જોર્જિયા સફેદ ક્રોપ ટોપ અને પિંક શોર્ટ્સમાં જોવા મળી રહી છે. જોર્જિયાએ લાઇટ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. આ લુકમાં જ્યોર્જિયા હોટ લાગી રહી છે.

બંને સી ટ્રેક પર રોમેન્ટિક અંદાજમાં પોઝ આપી રહ્યાં છે. અન્ય તસવીરોમાં અરબાઝ સફેદ પ્રિન્ટેડ ટી-શર્ટ અને બ્લુ ટ્રાઉઝરમાં જોવા મળી રહ્યો છે અને જ્યોર્જિયા લાલ ટી-શર્ટ અને બ્લેક પેન્ટમાં સ્ટાઇલિશ લાગી રહી છે. અરબાઝ જ્યોર્જિયાને ગળે લગાવે છે. બંને એક સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. બંને અન્ય ઘણા લોકો સાથે પોઝ પણ આપી રહ્યા છે.

ચાહકોને અરબાઝ અને જોર્જિયાની આ તસવીરો ઘણી પસંદ આવી રહી છે. તમને જણાવી દઈએ કે જ્યોર્જિયા બહુ જલ્દી ‘વેલકમ ટુ બજરંજપુર’ થી બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ પહેલા તે વેબ સિરીઝ ‘કેરોલિન એન્ડ કામાક્ષી’માં જોવા મળી ચુકી છે. ત્યાં જ અરબાઝ અરબાઝે ગર્વ – ધ પ્રાઇડ ઓફ ઓનર, દબંગ, દબંગ 2, હસ્ટલ, પ્યાર કિયા તો ડરના ક્યા, હેલો બ્રધર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

તમને જણાવી દઈએ કે, અરબાઝે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ ‘ડર’થી કરી હતી. આ ફિલ્મમાં અરબાઝ સાયકો પતિના રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ માટે તેને ફિલ્મફેર બેસ્ટ વિલનનો એવોર્ડ પણ મળ્યો હતો. પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. અરબાઝ ગર્વ-ધ પ્રાઇડ ઓફ ઓનર, દબંગ, દબંગ 2, હસ્ટલ, પ્યાર કિયા તો ડરના ક્યા, હેલો બ્રધર જેવી ફિલ્મોમાં દેખાયો છે.

જોર્જિયા એન્ડ્રિયાની ‘વેલકમ ટુ બજરંજપુર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. જ્યોર્જિયાએ વેબ સિરીઝ ‘કેરોલિન એન્ડ કામાક્ષી’થી અભિનયની શરૂઆત કરી હતી, ત્યારબાદ તે મીકા સિંહ સાથે મ્યુઝિક આલ્બમ ‘રૂપ તેરા મસ્તાના’માં જોવા મળી હતી.

જોર્જિયા એન્ડ્રિયાની ટૂંક સમયમાં જ ફિલ્મ ‘શ્રીદેવી બંગલો’માં અલગ અંદાજમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે ધમાકેદાર આઈટમ નંબર કરતી જોવા મળશે. ફિલ્મમાં જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે અરબાઝ ખાન અને પ્રિયા પ્રકાશ વારિયર પણ જોવા મળશે.

અરબાઝ ખાને બુધવારે 4 ઓગસ્ટે જ પોતાનો 54મો જન્મદિવસ મનાવ્યો. આ દરમિયાન તેમની ગર્લફ્રેન્ડ અને મોડલ-અભિનેત્રી જોર્જિયા એંડ્રિયાનીએ તેમના માટે બર્થ ડે લંચ પ્લાન કર્યુ. બંનેની ઘણી તસવીરો અને વીડિયો સોશયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. તસવીરોમાં બંનેની જોડી ખૂબ જ સરસ લાગી રહી છે.

જોર્જિયા આ દરમિયાન તેના ડોગ સાથે જોવા મળી રહી છે. તેણે ઓરેન્જ કલરના સુપર હોટ શોર્ટ્સ અને ટી શર્ટ પહેરી છે. ખુલ્લા વાળોમાં તે ઘણી ખૂબસુરત જોવા મળી રહી છે. વ્હાઇટ સ્પોર્ટ શૂઝમાં ચાહકોને જોર્જિયાને આ અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે. અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની ખૂબ જ ખૂબસુરત છે. તે સોશિયલ મીડિયા પર કોઇ પણ પોસ્ટ શેર કરે તો તે ખબરોમાં છવાઇ જાય છે.

જોર્જિયા તેની ખૂબસુરતીને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. જોર્જિયા અને અરબાઝ ખાન બંને ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણીવાર બંને સાથે પાર્ટીમાં સ્પોટ થાય છે. ખબરો અનુસાર, જોર્જિયા અને અરબાઝે તેમનો ક્વોરેન્ટાઇન પીરિયડ પણ સાથે સ્પેન્ડ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, જોર્જિયા મીકા સિંહ સાથે મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે. થોડા સમય પહેલા જ તે ભારત આવી છે. તે બોલિવુડમાં કામ કરવા ઇચ્છે છે. તે તેનું પોતાનું નામ બનાવવા માંગે છે. જોર્જિયાની બોલ્ડ અદાઓ ચાહકોને દીવાના બનાવી દે છે. ઇન્સ્ટાગ્રામ પર તેની સારી ફેન ફોલોઇંગ છે.

Image source

જોર્જિયા તેની ફિટનેસ અને હોટ ફિગરને લઇને ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે, જે વાયરલ પણ થતી હોય છે. જોર્જિયાનું ફેશનમાં પણ મોટુ નામ છે. તેણે 30થી વધુ ફેશન શો કર્યા છે. મલાઇકા અરોરા સાથે તલાક બાદ તે અરબાઝ ખાનને ઘણા લાંબા સમયથી ડેટ કરી રહી છે.

Shah Jina