Aravalli Love Jihad : ગુજરાતમાંથી ઘણીવાર લવ જેહાદની ઘટના સામે આવે છે. યુવકો દ્વારા હિંદુ યુવતિઓને પ્રેમજાળમાં ફસાવવામાં આવે છે અને પોતાની ઓળખ છુપાવી લગ્ન કરી ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે. કેટલીકવાર તો આવી ઘટનામાં જબરદસ્તી યુવતિઓ પર દુષ્કર્મ પણ આચરવામાં આવે છે. ત્યારે હાલમાં અરવલ્લીમાંથી લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો, જેમાં બે બહેનો લવ જેહાદનો શિકાર બની.
એક બહેનને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ નાની બહેનને પણ યુવકે લગ્નની લાલચ આપી 7 વર્ષ સુધી અન્ય રાજ્યમાં બળજબરી પૂર્વક રાખી. આ મામલો એડવોકેટ પાસે આવ્યા બાદ સામે આવ્યો હતો. અરવલ્લીની આ બંને સગી બહેનોને નામ બદલી પ્રેમજાળમાં ફસાવવામાં આવી અને પછી ધર્મપરિવર્તન કરવા દબાણ કરાયું હોવાનો આરોપ તેમણે મૂક્યો છે. નાની બહેન મંથન જોશી નામના યુવક સાથે ફેસબુક પર સંપર્કમાં આવી હતી.
જો કે, બાદમાં બંનેએ અરેંજ મેરેજ પણ કર્યા. એક અઠવાડિયામાં જ યુવકે લગ્ન કરી લીધા અને લગ્ન બાદ યુવતિને ખબર પડી કે તેના પતિનું નામ તો સોહેલ ખાન છે. આ ઉપરાંત તેની જ મોટી બહેનને કોમ્પ્યુટર ક્લાસ મારફતે ઇકબાલ નામના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો, જેણે યુવતિનો ગેસ્ટ હાઉસમાં શરીર સંબંધ બાંધતો વિડિયો બનાવ્યો અને આ પછી તેને આ આધારે બ્લેકમેઇલ કરી પોતાની સાથે રહેવા મજબુર કરી. જે બાદ ઇકબાલ યુવતીને મુંબઈ લઇ ગયો અને તેણે મરાઠી ભાષાના સોગંદનામામાં સહી કરાવી.

યુવતીને લગ્નની સહીનું તેણે કહ્યુ પણ યુવતિને ક્યાં ખબર હતી કે તે લગ્નના બદલે ધર્મ પરિવર્તનના સોગંદનામા પર સહી કરી રહી છે. લગ્ન વિના યુવકે તેને 7 વર્ષ યુપીમાં રાખી. જો કે, યુવતી ચશ્માં બનવવાના બહાને યુપીથી ભાગી અમદાવાદ પહોંચી અને પછી આખો મામલો બહાર આવ્યો. પીડિતાએ બર્બરતા પૂર્વક વ્યવહાર કર્યો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત નાની બહેનને લગ્નથી એક બાળક હોવાનું પણ સામે આવ્યુ છે. દીકરાની ઘેલછામાં આરોપી યુવકે 5 વાર અબોર્સન કરાવીને મારી નાખવાની ધમકી પણ આપી હતી.