અરવલ્લી : બેફામ કાર ચાલકે 4 લોકો પર ચઢાવી દીધી કાર- એકનું મોત, 3 ગંભીર ઘાયલ

હે રામ, અરવલ્લીમાં રાત્રે ‘તથ્યવાળી’ થઇ ગઈ, બેફામ કાર ચાલકે 4 લોકો પર ચઢાવી દીધી કાર- એકનું મોત, 3 ગંભીર ઘાયલ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

અમદાવાદમાં ગત થોડા સમય પહેલા તથ્ય પટેલ નામના જેગુઆર કારચાલકે ખૂબ જ ભયાનક અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ઘણા લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા અને કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા.

ઘણીવાર એવી ખબર આવે છે કે કાર ચાલક બેફામ ગાડી હંકારી કોઇનો જીવ લઇ લે છે, ત્યારે રાજ્યમાં બેફામ કારચાલકોનો ત્રાસ વધી રહ્યો છે. હાલમાં જ ગત રાત્રે અરવલ્લીમાં તથ્યવાળી જેવી ઘટના સામે આવી.

બેફામ કાર ચાલકે ચાર લોકો પર કાર ચડાવી દીધી અને આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું. જ્યારે ત્રણ લોકો ગંભીર છે. અકસ્માત બાદ ઘાયલોને ભિલોડાની કોટેજ હોસ્પિટલ ખસેડાયા છે.

આ મામલે ભિલોડા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આ અકસ્માત અરવલ્લીમાં ભિલોડાના ગંભીરપુરા પાસે રાત્રે થયો હતો. બે બાઈક પર બેઠેલા ચાર લોકોને બેફામ કાર ચાલકે કાર ચડાવી દીધી, જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina