એશ્વર્યા રાય પછી મળી ગઈ તેની પુત્રીની હમશકલ, જુઓ તસવીરો
વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય આગળના ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે પણ તે કોઈને કોઈ બાબતને લીધે ચર્ચામાં આવી જ જાય છે. ઐશ્વર્યા સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને પરિવાર સાથેની તસ્વીરો શેર કરતી રહે છે.

ઐશ્વર્યાની સુંદરતાના દરેક કોઈ દીવાના હશે. ઐશ્વર્યા ભલે આજે ફિલ્મોથી દૂર હોય પણ પોતાની સફરમાં તેણે એકથી એક શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. ખાસ કરીને ઐશ્વર્યાની આંખો દરેકને લુભાવનારી છે. માનવામાં આવે છે કે એક વ્યક્તિના ટોટલ સાત હમશકલ હોય છે. ફિલ્મ લકી દ્વારા સલમાન ખાન સાથે ડેબ્યુ કરનારી અભિનેત્રી સ્નેહા ઉલ્લાલને હૂબહૂ ઐશ્વર્યાની હમશકલ માનવામાં આવે છે. જો કે દીકરી આરાધ્યાની હમશકલ પણ મળી ગઈ છે, જેનો ચેહરો માં ઐશ્વર્યા ને નહિ પણ આ મૉડલને મળતો આવે છે.

કોરિયન મૉડલ, અભિનેત્રી અને રૈપર લીઝા મેનોબન એકદમ આરાધ્યા જેવી જ દેખાય છે. લીઝા બ્લેકપિન્કના નામે એક બેન્ડ પણ ચલાવે છે, જેને લીધે લોકો તેને બ્લેકપિંકના નામથી પણ ઓળખે છે. 22 વર્ષની જ ઉંમરમાં લિઝાએ કોરિયાના થાઇલૅન્ડમાં પોતાની એક અલગ જ ઓળખ બનાવી લીધી છે.

ચાહકો લીઝા અને આરાધ્યાની તુલના કરી રહ્યા છે અને તેઓનું માનવું છે કે બંન્નેનો ચેહરો ખુબ મળતો આવે છે. અને ચાહકો આરાધ્યા-લીઝાની તસ્વીરો પણ શેર કરી ચુક્યા છે, જેમાં બંનેનો ચેહરો એકબીજાને હૂબહૂ મળતો આવે છે.