“તારક મહેતા” ફેમ આરાધના શર્માએ શેર કર્યો બેડરૂમ વીડિયો, નાઇટ ગાઉન જોઈને પાગલ ન થઇ જતા

ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના તમામ કલાકારોએ હંમેશા ચાહકોનું દિલ જીત્યું છે. છેલ્લા ઘણા સમયમાં આ શોમાં ઘણા બદલાવ આવ્યા છે. શોના ઘણા જૂના કલાકારો આ શો છોડી જઇ ચૂક્યા છે અને તેમની જગ્યાએ નવા કલાકારો આવ્યા છે, જો કે તેમ છત્તાં પણ ચાહકોએ નવા કલાકારોને પણ ઘણો પ્રેમ આપ્યો છે. થોડા સમય પહેલા ગુજરાતના એક રિસોર્ટમાં શોનું શુટિંગ થઇ રહ્યુ હતુ અને ત્યારે શોમાં કેટલાક નવા કલાકારની એન્ટ્રી થઇ હતી. આ શોમાં એક એવું પાત્ર છે, જેને દર્શકો હજી પણ યાદ કરે છે. આ બીજું કોઈ નહીં પણ આરાધના શર્મા છે.

આરાધના શર્માએ આ શોમાં ‘દીપ્તિ’નો રોલ કર્યો હતો. આ શોથી આરાધનાને એક અલગ અને ખાસ ઓળખ મળી છે. એમાં કોઈ શંકા નથી કે આરાધના રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે. આ દિવસોમાં તે પોતાના બોલ્ડ અને હોટ તસવીરોને કારણે સતત ચર્ચામાં રહે છે. ચાહકો પણ તેની એક ઝલક મેળવવા આતુર રહેતા હોય છે.

આરાધના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે, તે તેની બિકી તસવીરોથી ચાહકોને ઘાયલ કરતી રહે છે અને તે સોશિયલ મીડિયા પર ચર્ચામાં પણ આવી જતી હોય છે. ત્યારે હવે અભિનેત્રી તેના એક વીડિયોને કારણે ફરી એકવાર ચર્ચામાં આવી છે. અભિનેત્રીએ તેના બેડરૂમનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે નાઈટ ગાઉનમાં પોતાની સ્ટાઈલ બતાવી રહી છે.

આરાધનાએ આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. આ દરમિયાન તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે આરાધના નાઈટ ગાઉન પહેરીને બેડ પર સૂઈ રહી છે અને એકદમ રિલેક્સ મૂડમાં જોવા મળી રહી છે. આરાધનાના વિડિયોમાં, એક ગીત પર તે લિપસિંગ કરતી જોવા મળે છે.

આરાધનાની આ સ્ટાઇલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. આરાધનાના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. તેની તસવીરો અને વીડિયો લોકોના હોશ ઉડાડવા માટે પૂરતા છે. આ પોસ્ટને અત્યાર સુધીમાં લાખો લાઈક્સ મળી છે. ચાહકોની સાથે સાથે તમામ યુઝર્સ માટે પણ વીડિયો પરથી નજર હટાવવાનું મુશ્કેલ બની ગયું છે.

Shah Jina