“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં થઇ એક નવી અભિનેત્રીની એન્ટ્રી, સ્પ્લિટ્સવિલા 12માં જોવા મળ્યો હતો તેનો જલવો

છેલ્લા 12-13 વર્ષોથી ટીવી ઉપર એકધાર્યું મનોરંજન આપી રહેલા સૌથી ખ્યાતનામ ધારાવાહિક “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે દરેક ઘરની પસંદ બની ગયો છે, આ ધારાવાહિકના પાત્રો પણ દર્શકો ખુબ જ પસંદ કરે છે. આ શોની અંદરથી ઘણા પાત્રોએ વિદાય લઇ લીધી છે તો નવા પાત્રો પણ દિલ જીતવામાં સફળ રહ્યા છે.

હાલ આ ધારાવાહિકમાં એક નવું પાત્ર પણ આવી રહ્યું છે, જેને સ્પ્લિટ્સવિલા 12માં પોતાનો જાદુ વિખેર્યો હતો અને હવે તે તારક મહેતામાં પોતાના અભિનયનો જાદુ ચલાવવા માટે આવી રહી છે.  આ અભિનેત્રી છે આરાધના શર્મા. જે હવે તારક મહેતામાં જોવા મળશે.

આરાધના આ શોની અંદર એક ડિટેક્ટિવના પાત્રમાં જોવા મળવાની છે. તારક મહેતા ધારાવાહિકમાં હાલમાં ઘણા ટ્વીટ્સ આવી રહ્યા છે. આ કહાની કોરોના કાળની અંદર દવાઓની કાળાબજારીની આસપાસ ફરી રહી છે.

હવે આ શોમાં આરાધનાની એન્ટ્રી થવા જઈ રહી છે. તારક મહેતામાં હાલની સ્ટોરીલાઈનમાં બતાવવામાં આવ્યું છે કે પત્રકાર પોપટલાલ કાળાબજારીને ખતમ કરવાના મિશનમાં છે. આ દરમિયાન આરાધના ડિટેક્ટિવના કિરદારમાં નજર આવવાની છે.

તમને જણાવી દઈએ કે પહેલા આરાધના શર્મા સ્પ્લિટ્સવિલા-12માં નજર આવી ચુકી છે. જેમાં તેને બહુ જ મોટી ઓળખ મળી. સાથે જ તેના ફેન ફોલોઇંગમાં પણ ખુબ જ વધારો થયો. આરાધના સ્પ્લિટ્સવિલામાં તેના બોલ્ડ અંદાજના કારણે ખુબ જ ચર્ચામાં રહી હતી.

સોસીયલ મીડિયા પર આ અભિનેત્રી ખુબ એક્ટિવ છે અને અન્ય કલાકારો સાથે રીલ બનાવીને પોસ્ટ કરી છે

Niraj Patel