“તારક મહેતા”ની આ બોલ્ડ અભિનેત્રીએ તમામ હદ પાર કરી શેર કરી એવી તસવીરો કે ધડાધડ થઇ રહી છે વાયરલ

તારક મહેતાની અભિનેત્રીએ કરી બોલ્ડનેસની હદ પાર, તસવીરો અને વીડિયો જોઇ ફેન્સની આખો અંજાઈ ગઈ

નાના પડદાનો લોકપ્રિય અને કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” છેલ્લા 13 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય છે. આ શોના બધા કલાકારો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે.

આ શોમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક બદલાવ આવ્યા છે. કેટલાક જૂના કલાકારો આ શો છોડી ચાલ્યા ગયા છે અને તેમની જગ્યાએ કેટલાક નવા કલાકારો આવ્યા છે. કેટલાક નવા કલાકારોની એન્ટ્રી શોમાં થઇ છે. મુંબઇમાં લોકડાઉનને કારણે શોનું શુટિંગ ગુજરાતના એક રિસોર્ટમાં ચાલી રહ્યુ હતુ અને ત્યારે જ કેટલાક નવા કલાકારોની શોમાં એન્ટ્રી થઇ હતી.

શોમાં એક લેડી ડિટેક્ટિવનું પાત્ર નિભાવી રહેલી આરાધના શર્મા આ શોને કારણે ઘણી લોકપ્રિય થઇ ગઇ છે. આરાધના શર્મા સોશિયલ મીડિયા સેંસેશન બની ચૂકી છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

આરાધના તેની હોટનેસ અનો બોલ્ડનેસથી બધાને મદહોશ કરી દે છે. આ વખતે તો તેણે બોલ્ડનેસની બધી હદ પાર કરી દીધી છે. આરાધનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ કાતિલાના પોઝ આપી રહી છે અને ખૂબ જ બોલ્ડ પણ લાગી રહી છે.

આરાધનાની આ તસવીરોને ચાહકો ઘણી પસંદ કરી રહ્યા છે, પરંતુ તે આ તસવીરોને કારણે ટ્રોલિંગનો શિકાર પણ થઇ છે. કેટલાક યુઝર્સ તેને આ તસવીરોને કારણે ટ્રોલ પણ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યુ કે, કપડા તો ઢંગના પહેરી લે. ત્યાં જ એક અન્ય યુઝરે કહ્યુ કે, હજી નાના કપડા ન હતા.

આરાધનાની આ સુપર બોલ્ડ તસવીરોની ઘણી ચર્ચા થઇ રહી છે. તમને જણાવી દઇએ કે, અભિનેત્રી તેની હોટ તસવીરોથી સનસની મચાવતી રહે છે. આ ઉપરાંત આરાધનાને તેનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં પણ તેનો હોટ અવતાર જોવા મળી રહ્યો છે.

હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં આરાધાનાએ કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરી હતી.આ ઘટના બાદથી તેને પુરુષો પર વિશ્વાસ કરવામાં થોડી સમસ્યા પણ  થવા લાગી હતી. આ ઘટના વિશે આરાધનાએ કહ્યુ કે, આ એક એવી ઘટના છે, જેને હું જીવનભર ભૂલાવી શકતી નથી. 4-5 વર્ષ પહેલાની વાત છે, જયારે હું પૂણેમાં રહીને અભ્યાસ કરી રહી હતી. હું પૂણેમાં મોડલિંગ કરી રહી હતી, ત્યારે મને ખબર પડી કે એક વ્યક્તિ મુંબઇમાં થનાર કોઇ પ્રોજેક્ટ માટે કાસ્ટિંગ કરી રહ્યા છે.

તેણે આગળ કહ્યુ કે, એ સમયે હું મારા હોમ ટાઉન રાંચી ગઇ કારણ કે કાસ્ટિંગ સાથે જોડાયેલ  વાતચીત માટે મને ત્યાં બોલાવવામાં આવી. અમે એક રૂમમાં બેસી સ્ક્રિપ્ટ વાંચી રહ્યા હતા અને એ વ્યક્તિએ મને ખોટી રીતે અડવાની કોશિશ કરી, પહેલા તો મને ખબર ના પડી કે આ શું થઇ રહ્યુ છે.

તેણે આગળ આ ઘટના વિશે કહ્યુ કે, મને બસ એ જ યાદ હતુ કે મેં તેને ધક્કો માર્યો અને ત્યાંથી ફરાર થઇ ગઇ. હું આ ઘટનાને કોઇ સાથે શેર ન કરી શકી કારણ કે આ સાચે ઘણુ ખરાબ હતું. તેણે જણાવ્યુ કે આ ઘટનાનો તેના પર ઘણો પ્રભાવ પડ્યો હતો.

આરાધનાએ કાસ્ટિંગ કાઉચના  તેના જીવન પર પડેલ પ્રભાવનો ઉલ્લેખ કરતા કહ્યુ  કે, એ ઘટનાનો મારા પર એવો પ્રભાવ પડ્યો કે હું મારા પિતા સાથે પણ એક રૂપમાં નથી રહી શકતી. આ મારી સાથે થયુ ત્યારે હું માત્ર 19-20 વર્ષની હતી.

Shah Jina