“તારક મહેતા”ની આ અભિનેત્રીએ વિચિત્ર ટોપ અને ફાટેલું જીન્સ જોઈને લોકોએ કહ્યુ, કપડાની કમી છે કે શું ?

તારક મહેતાની અભિનેત્રીનું આવું ખુલ્લું-ખુલ્લું ટોપ જોઈને લોકોને શરમ આવી ગઈ, જુઓ

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ટીવીનો પોપ્યુલપ અને લોકપ્રિય શો છે. તેના બધા કલાકારોની પોપ્યુલારિટી ઘણી સારી છે. છેલ્લા દિવસોમાં કેટલાક એપિસોડમાં નજર આવનારી અભિનેત્રી આરાધના શર્મા તેની બોલ્ડનેસને કારણે સોશિયલ મીડિયા પર અવાર નવાર છવાતી રહેતી હોય છે. આરાધના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહેતી હોય છે.

હાલમાં જ આરાધનાએ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં તે સુપર બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે. જો કે, આ તસવીરોને કારણે તે ટ્રોલ પણ થઇ ગઇ છે. આ તસવીરોમાં આરાધના એક પિંક કલરના ટોપમાં જોવા મળી રહી છે, આ સાથે તેણે રિપ્ડ જીન્સ કેરી કર્યુ છે.

આ ટોપની ડિઝાઇન કંઇક એવી છે કે, તેમાં આરાધનાની ફ્રંટ બોડીનો ઘણો ભાગ ખુલ્લો નજર આવી રહ્યો છે. ટોપમાં નેકના નામ પર બસ એક મૈટલ ચેન લાગેલી છે અને આ સ્ટાઇલ તેની હાલ સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં છે. આરાધનાના લુકની આમ તો કેટલાક લોકોએ પ્રશંસા કરી છે, પરંતુ તેના આ અજીબ ડિઝાઇન વાળા ટોપને લઇને કેટલાક યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.

કેટલાક યુઝર્સ પૂછી રહ્યા છે કે આ શુ છે ? તો કેટલાક કહી રહ્યા છે કે આ ટોપ ડિઝાઇન કરનાર ડિઝાઇનર પર કેસ કરી દેવો જોઇએ. ત્યારે એક યુઝર્સે આરાધનાના આ લુક પર તેને ટ્રોલ કરતા કહ્યુ કે, કપડાની કમી છે કે શું.

જણાવી દઇએ કે, જયારથી MTV રિયાલિટી શો “સ્પિલટ્સવિલા 12″ની એક્સ કંટેસ્ટેંટ આરાધના શર્મા તારક મહેતામાં જોવા મળી છે, ત્યારથી તેને ઘણી પ્રસિદ્ધી મળી છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે.

Shah Jina