“લોકો મને બટલરની વાઈફ સમજે છે, એ મારા બીજા પતિ છે” શા કારણે આ ક્રિકેટરની પત્નીએ આવું કહ્યું ? કારણ જાણીને હેરાન રહી જશો

IPLનો રોમાંચ ગઈકાલે પૂર્ણ થઇ ગયો. પહેલીવાર આઇપીએલમાં ઉતરેલી ગુજરાત ટાઇન્ટ્સની ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ અને રાજસ્થાન રોયલ્સને ફાઇનલમાં 7 વિકેટે હરાવીને ખિતાબ પોતાના નામે કરી દીધો, ત્યારે આ દરમિયાન ક્રિકેટ જગત સાથે જોડાયેલી ઘણી બધી ખબરો પણ સોશિયલ મીડિયામાં સામે આવી રહી છે.

રાસી વેન ડેર ડુસેન રાજસ્થાન રોયલ્સની ટીમમાં દક્ષિણ આફ્રિકાનો ક્રિકેટર છે. તેની પત્ની લારા વેન ડેર ડ્યુસેન છે, જેણે ફ્રેન્ચાઇઝીના પોડકાસ્ટ પર કંઈક ખૂબ જ વિચિત્ર કહ્યું છે. લારા વેન ડેર ડ્યુસેનના જણાવ્યા અનુસાર, લોકો તેને જોસ બટલરની પત્ની માને છે. તેણે કહ્યું કે જ્યારે પણ બટલર મેદાન પર સારું પ્રદર્શન કરે છે, ત્યારે કેમેરા તેની તરફ ફરે છે, કારણ કે તે જોસ બટલર દ્વારા ફટકારવામાં આવેલી સિક્સર અથવા મોટી ઇનિંગ્સની ઉજવણી કરી રહી હોય છે.

જો કે, રાજસ્થાન રોયલ્સ પોડકાસ્ટમાં લારાએ સ્પષ્ટ કર્યું કે તે બટલરની પત્ની નથી પરંતુ રાસી વાન ડેર ડુસેનની પત્ની છે. જો કે, તેણે મજાકમાં કહ્યું, “મને લાગે છે કે હવે મારે જોસને મારા બીજા પતિ તરીકે અપનાવી લેવો જોઈએ. લોકો મને લ્યુસી તરીકે માને છે, જે જોસની પત્ની છે. , લારાએ કહ્યું, લોકો સમજે છે કે હું જોસની પત્ની છું. મને પણ એવું લાગે છે કારણ કે કેમેરા મારા પર લાંબા સમય સુધી રહે છે. ધનાશ્રી અને હું મેચની દરેક પળને ખૂબ એન્જોય કરીએ છીએ. જોસ જ્યારે સદી ફટકારે છે, ત્યારે હું તેની ઉજવણી કરું છું. મને ઉત્તેજિત જોઈને લોકોને લાગે છે કે મારું તેમની સાથે કનેક્શન છે. આ એકદમ રસપ્રદ છે.

 

View this post on Instagram

 

A post shared by Rajasthan Royals (@rajasthanroyals)

લારાએ આગળ કહ્યું, “રાસીએ IPLની ઘણી મેચ રમી નથી, જેના કારણે મેં તેના માટે કયારેય ચીયર નથી કર્યું.  તેથી હું માત્ર બટલર માટે ઉત્સાહિત છું અને ક્ષણનો આનંદ માણું છું. પણ હું એક વાત સ્પષ્ટ કરી દઉં કે હું ખરેખર જોસની પત્ની નથી. હું રાસીની પત્ની છું. પરંતુ અત્યારે જ્યારે જોસની પત્ની અહીં નથી. હું તેમના માટે મારો ટેકો વ્યક્ત કરું છું.

Niraj Patel