પત્ની સાથે તલાક બાદ એ.આર. રહેમાનની ભાવુક પોસ્ટ, કહ્યું, “કાશ.. 30 સુધી પહોંચી શક્યા હોત..”

એ.આર રહેમાન લગ્નનાં 30 વર્ષ બાદ પત્ની સાયરા બાનુને છૂટાછેડા આપવા જઈ રહ્યા છે. આ કપલને ત્રણ બાળકો છે જેમણે એક નિવેદન જાહેર કરીને પ્રાઇવસી આપવાની વાત કરી છે. પત્ની અને ત્રણ બાળકોના નિવેદન બાદ હવે એ.આર રહેમાને પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે અને સોશિયલ મીડિયા પર પોતાની ભાવનાઓ લખી છે. રહેમાનની પત્ની સાયરા બાનુના વકીલ વંદનાએ એક નિવેદનમાં કહ્યું કે, ઘણા વર્ષો સુધી લગ્નનાં બંધનમાં રહ્યા બાદ બંનેએ માનસિક તણાવને કારણે અલગ થવાનો આ મુશ્કેલ નિર્ણય લીધો છે. રહેમાને તેના શબ્દો કાવ્યાત્મક શૈલીમાં લખ્યા છે અને કહ્યું છે કે તે 30ના પડાવ સુધી પહોંચવાની આશા રાખતો હતો.

તલાક મુદ્દે રહેમાને શું કહ્યું?

એ.આર. રહેમાને X પર પોસ્ટમાં લખ્યું છે કે, “અમે ગ્રાન્ડ 30 સુધી પહોચવાની આશા રાખી રહ્યા હતા, પરંતુ એવું લાગે છે કે બધી વસ્તુઓનો અદ્રશ્ય અંત છે. તૂટેલા હૃદયના ભારથી ભગવાનનું સિંહાસન પણ કંપી શકે છે. તો પણ આપણે વિખેરાઇને કોઇ અર્થ ખોજવાનો પ્રયાસ કરીએ છીએ, જોકે આ ટુકડાઓને બીજી વાર કોઇ જોડી શકશે નહીં. હાલ અમે આ નાજુક સમયમાંથી પસાર થઇ રહ્યા છીએ એવામાં તમારા સપોર્ટ અને અમારી ગોપનિયતાના સન્માન કરવા બદલ આભાર દોસ્તો.”

એ.આર. રહેમાન કેમ લઈ રહ્યા છે તલાક?

શાદીના 30 વર્ષ પૂરા થયા પહેલા જ એ.આર રહેમાન અને તેની પત્ની અલગ થઈ ગયા છે. તેમની પત્ની સાયરા બાનુના વકીલ વંદના શાહે તેમના ક્લાયન્ટ વતી નિવેદન આપતાં જાહેરાત કરી કે, “શાદીના ઘણા વર્ષો પછી શ્રીમતી સાયરાએ તેમના પતિ એ.આર રહેમાનથી અલગ થવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે. તેમના સંબંધોમાં ઘણી ખેંચતાણના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અપાર પ્રેમ હોવા છતાં બંનેને જાણવા મળ્યું કે આ તણાવથી તેમની વચ્ચે મોટું અંતર ઊભું થયું છે.

એ.આર રહેમાનની દીકરીઓના નિવેદનો

એ.આર રહેમાનના ત્રણ બાળકો છે જેમણે સોશિયલ મીડિયા દ્વારા લોકોને આ મુશ્કેલ સમયમાં તેમને પ્રાઇવેસી આપવાની વાત કહી છે. રહેમાનની પુત્રી રહીમાએ તેની ઈન્સ્ટા સ્ટોરી પર લખ્યું – આ મામલાને સંપૂર્ણ સન્માન અને ગોપનીયતા સાથે જોવામાં આવે તો મને ખૂબ જ આનંદ થશે. વાત સમજવા બદલ આપ સૌનો આભાર. ખતિજાએ આ સમગ્ર મામલે કહ્યું- અમે તમને બધાને વિનંતી કરીએ છીએ કે આ મુશ્કેલ સમયમાં અમારી પ્રાઈવસીનું સન્માન કરો. અમને સમજવા બદલ આપ સૌનો આભાર.

Twinkle