IPLના સમાપન સમારોહમાં એ.આર. રહેમાને તેમના સંગીત અને ગીતોથી દર્શકોને મદહોશ કરી દીધા, “જય હો” ગીત ઉપર છવાયો એવા માહોલ કે જુઓ વીડિયો

ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની IPL 2022ની ફાઇનલ મેચ પહેલાના સમાપન સમારોહમાં બોલિવૂડ સ્ટાર રણવીર સિંહ અને સંગીતકાર એઆર રહેમાને પ્રેક્ષકોને દંગ કરી દીધા હતા. સમાપન સમારોહની શરૂઆત કરીને રણવીર સિંહે તેની ફિલ્મોના ગીતો સિવાય સાઉથની સુપરહિટ ફિલ્મ ‘RRR’ ના ગીત ‘નાચો નાચો નાચો’ પર ડાન્સ કરીને બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

તેના જીવંત વ્યક્તિત્વ માટે જાણીતા રણવીરે KGF ફિલ્મના ડાયલોગ વાયલન્સ લાઈક મી દ્વારા ચાહકોમાં ઊર્જાની લહેર ઉભી કરી. રણવીર પછી પ્રખ્યાત ગાયક અને સંગીતકાર એઆર રહેમાને સ્ટેજ સંભાળ્યો. જ્યારે સુર સમ્રાટ એઆર રહેમાને મા તુજે સલામ ગાયું ત્યારે સ્ટેડિયમમાં હાજર તમામ ક્રિકેટરો અને ચાહકો ભાવુક થઈ ગયા હતા. આ દરમિયાન રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ એઆર રહેમાન સાથે તાલ મિલાવતા જોવા મળ્યા હતા.

એઆર રહેમાને એક બાદ એક શાનદાર ગીતો દ્વારા ખેલાડીઓ અને સ્ટેડિયમમાં હાજર દર્શકોને ઝુમતા કરી દીધા હતા. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દર્શકોથી ખચાખચ ભરેલું હતું અને આ ભરચક સ્ટેડિયમમાં દર્શકોને મેચ જોવા ઉપરાંત એઆર રહેમાનને લાઈવ સાંભળવાનો મોકો પણ મળ્યો હતો.

જયારે એઆર રહેમાને “જય હો” ગીત ગાયું ત્યારે દર્શકો સાથે ભૂતપૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ પણ ઝૂમતો જોવા મળ્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.  નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી, છેલ્લા બે વર્ષમાં કોરોનાના કારણે આટલી મોટી ભીડ એકત્ર થઇ શકી નહોતી, પરંતુ હવે જયારે બધું જ બરાબર હતું ત્યારે દર્શકો પણ મોટી સંખ્યામાં મેચ જોવા માટે પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ત્યારે એઆર રહેમાન અને રણવીર સિંહના ધમાકેદાર પર્ફોમન્સે દર્શકોનું દિલ જીતી લીધું હતુ અને ચાહકો ખુશીથી ઝૂમવા લાગી ગયા હતા. તેમાં પણ જયારે ગુજરાત ટાઇટન્સે શાનદાર બોલિંગ કરી ત્યારે દર્શકો તો ખુબ જ ઉત્સાહમાં આવી ગયા, અને ત્યારબાદ ગુજરાતના બેટિંગમાં પણ દમખમ જોવા મળ્યો અને આઇપીએલ 2022નો ખિતાબ પણ પોતાના નામે કરી લીધો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

મેચ પૂર્ણ થયા બાદ પણ રણવીર સિંહ તેના અનોખા અંદાજમાં મેદાન ઉપર જોવા મળ્યો હતો, તે કારની છત ઉપર બેસીને દર્શકોનું અભિવાદન કરી રહ્યો હતો. અમદાવાદમાં દર્શકોએ આ બધી જ ક્ષણોનો ભરપૂર મજા માણી હતી. આ મેચના રંગારંગ કાર્યક્રમના ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

Niraj Patel