ફિલ્મી દુનિયા

કેન્સર ફ્રી થયા પછી આ થેરાપી લઇ રહી છે સોનાલી બેન્દ્રે,વિડીયો થયો વાઇરલ…

Image Source

એક જમાનાની લોકપ્રિય અને સફળ બૉલીવુડ અદાકારા સોનાલી બેન્દ્રે માટે આગળનું વર્ષ ખુબ મુશ્કિલો ભર્યુ રહ્યું હતું.વર્ષ 2018 માં તેને ખબર પડી કે પોતાને કેન્સરની બીમારી લાગુ પડી ગઈ છે જેના પછી તેણે પોતાનો ઈલાજ ન્યુયોર્કમાં કરાવ્યો હતો.દરેક કોઈ જાણે છે કે કેન્સરનો ઈલાજ કરાવવો કેટલો મુશ્કિલ હોય છે. પણ સોનાલીએ ક્યારેય પોતાના ચેહરા પરથી સ્મિત ઓછું થવા દીધું ન હતું.

Image Source

હાલ સોનાલી બેન્દ્રે કેન્સર મુક્ત થઇ ગઈ છે અને પોતાના ફૈન્સ અને ફોલોઅર્સને પણ પ્રોત્સાહિત કરી રહી છે.સોનાલીએ ન્યુયોર્કમાં દરેક ટ્રીટમેન્ટ લીધી હતી, આ વચ્ચે તેને ઘણા ઉતાર-કઢાવનો સામનો પણ કરવો પડ્યો હતો.હાલ સોનાલી મુંબઈમાં પોતાના પરિવારની સાથે સમય વિતાવી રહી છે.

Image Source

સોનાલીએ ઘણીવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના કેન્સર ટ્રીટમેન્ટ સાથે જોડાયેલા અનુભવોને રજુ કર્યા હતા.એકવાર ફરીથી સોનાલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેયર કર્યો છે. જેમાં તે એક્વા થેરાપી(પાણીમાં કરવામાં આવતી એક્સરસાઇઝ)કરતી નજરે પડે છે.સોનાલીએ કહ્યું કે પાણીની અંદર આવા વ્યાયામ કરવા આસાન નથી પણ જો સ્વસ્થ અને નોર્મલ કન્ડિશનમાં આ વ્યાયામ આસાન લાગી શકે છે. કેમ કે હાલમાંજ સોનાલી કેન્સરની ગંભીર બીમારી માંથી બહાર આવી છે.

વીડિયોને શેયર કરતા સોનાલી કે કૈપ્શનમા લખ્યું કે,”ચેતવણી,જેટલો આ વ્યાયામ સરળ દેખાય છે તેટલો નથી.મારા માટે આ નવી એક્વા થેરાપી ખુબ જ કઠિન છે,પણ સામાન્ય પરિસ્થિતિઓમાં આવું કરવું આસાન થઇ શકે છે.મારી નવી કોશિશ તેનું સમાધાન શોધવામાં લાગેલી છે અને હું કોઈ બહાનું નથી બનાવી રહી”.

Image Source

જણાવી દઈએ કે સોનાલીના કેન્સર વિશેની જાણ થાતા જ તેના પરિવાર સહિત ફૈન્સ પણ ચિંતિત થઇ ગયા હતા.પણ સોનાલીએ ક્યારેય હાર ના માની અને તે આગળ વધતી રહી.કેમોથેરાપીના દરમિયાન સોનાલીના માથાના વાળ પણ ઓછા થઇ ગયા હતા, પણ હવે તેના વાળ ફરીથી આવવા લાગ્યા છે.અમુક દિવસો પહેલા જ તેમણે નવા હેર કટિંગ પણ કરાવ્યા છે.

Image Source

આ બાબત વિશે એક ઇન્ટરવ્યૂમાં સોનાલી એ કહ્યું કે,”જ્યારે મેં પહેલું હેર કટ કરાવ્યું ત્યારે મારું દિલ ના તૂટ્યું પણ મને એ અનુભવ થયો કે વાળ કરતા વધારે મહત્વનું છે જીવિત રહેવું.આવી રીતે મારા વિચારોમાં પણ બદલાવ આવી ગયો.તમે જાણો છો કે હું મારા જીવન અને વાળ સાથે હંમેશા બોરિંગ રહી છું કેમ કે મારા વાળ એકદમ સીધા અને લાંબા હતા.જ્યારે તમારા વાળ આટલા લાંબા હોય તો તેને કાપવાથી પણ ગભરાઓ છો”.

Image Source

નવા સ્ટાઇલના વાળ કાપ્યા પછી સોનાલી પુરી રીતે બદલાઈ ગઈ છે. તેમણે પોતાના હેર કટિંગનો વિડીયો પણ શેયર કર્યો છે.તેને આ નવી હેર સ્ટાઇલ Tomohiro એ આપ્યો છે, જે ખાસ સ્વરૂપે ન્યૂયોર્ક થી બ્રેક લઈને ઇન્ડિયા આવ્યા હતા અને તેમણે પોતાના વ્યસ્ત શ્કેડ્યુલ માંથી સમય કાઢીને સોનાલીને નવી હેર કટિંગ સ્ટાઇલ આપી છે.

જુઓ એક્વા થેરાપી લઇ રહેલી સોનાલી બેન્દ્રેનો વિડીયો…

જુઓ સોનાલી બેન્દ્રેના નવા હેર કટિંગનો વિડીયો…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks