ફિલ્મી દુનિયા

ફિલ્મ મેકર અપૂર્વ અસરાનીનો દાવો, ઇન્ડસ્ટ્રીમાં સુશાંતની ઇમેજ ખરાબ કરવાનું ચાલી રહ્યું હતું કેમપેઇન અને પછી

અભિનેતા સુઅશાંત સિંહ રાજપુરની આત્મહત્યા બાદ બોલીવુડના ઘણા રહસ્યો ખુલ્યા છે, પોલીસે પણ ઘણા લોકોની પૂછપરછ કરી છે અને શુશાંતની આત્મહત્યા કરવા પાછળના કારણો શોધવામાં લાગી ગઈ છે, ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે. તો ઇન્ડસ્ટ્રીના જ ઘણા લોકો આ બાબતે ખુલીને સામે આવ્યા છે, અને સુશાંતની આત્મહત્યા વિશેના કારણો જાહેરમાં પણ જણાવી રહ્યા છે.

Image Source

આ બધા વચ્ચે ફિલ્મ મેકર અપૂર્વ અસરાની પણ સામે આવ્યા છે. તેમને ટ્વીટર ઉપ્પર ટ્વીટ કરીને કેટલાક રહસ્યો ખોલતા એમ પણ જણાવ્યું છે કે તે સુશાંતને  ન્યાય આપવવા માટે લડશે.

Image Source

અપૂર્વ લખ્યું છે કે: “સુશાંત સિંહ રાજપૂત માટે મારી લડાઈ કોઈ પબ્લિસિટી સ્ટન્ટ નથી, હું એટલા માટે અવાજ ઉઠાવી રહ્યો છું કારણ કે હું તેને જાણતો હતો. હું સમજાવું કે તે કેવા સમયમાંથી પસાર થઇ રહ્યો હતો. જયારે એક કેમપેઇન તેની છબી ખરાબ કરવા માટે બૂમો પાડી હર્યું હતું અને બીજા તેની સફળતા ઉપર અસર નાખી રહ્યા હતા. મેં આ મામલા ઉપર ઘણા જ બ્લોગ લખ્યા, કારણ કે મને લાગતું હતું કે ટ્વીટ કરવાથી તેને ન્યાય નહિ મળી જાય.”

આ સાથે જ અપૂર્વએ તેના બોલગની લિંક પણ આપી છે. જેની અંદર તેને ઘણા જ મુદ્દાઓ પણ ઉઠાવ્યા છે. અપૂર્વ એડિટર તરીકે “શાહિદા”, “સત્યા”, “અલીગઢ” અને “સિટીલાઇટ” જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે. તેને કંગના રનૌત સાથે “સિમરન” સ્ક્રીનપ્લે પણ લખ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.