આજકાલ ઓનલાઇન બેન્કિંગનું ચલણ ખુબ વધ્યું છે. ડીઝીટલ ઇન્ડિયા અંતર્ગત મોટાભાગના લોકો હવે પોતાના ફોન અને ઈન્ટરનેટના માધ્યમથી જ લેવડ-દેવડ કરતા હોય છે. પરંતુ આ બધા ઉપર હેકર્સની નજર હંમેશા રહેલી હોય છે. અને તે ક્યારેક ક્યારેક કેટલા લોકોને પોતાના નિશાન પણ બનાવતા હોય છે. ઘણા લોકો ઓનલાઇન છેતરામણીનો શિકાર પણ બની ગયા છે. એવી જ કેટલીક એપ ગુગલ પ્લે સ્ટોરમાં છે. જે તમારા કહ્યા વગર જ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે. નવી ચેતવણીમાં એ કહેવામાં આવ્યું છે કે આવી એપ ઉપર ક્લિક કરવાની સાથે જ તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ જશે.

સાયબર સિક્યુરિટી અને સોફ્ટવેર ફાર્મ Sophosના શોધકર્તાઓએ આ ખતરનાક એપ્સનો ખુલાસો કર્યો છે. રિપોર્ટનું માનીએ તો આ બધી જ ફલીસવેયર એપ્સ છે અને તેમને ગુગલ પ્લે સ્ટોરની પોલીસીનું ઉલ્લંઘન કર્યું છે.

ઓનલાઇન છેતરામણીમાં મોટાભાગે એવા લોકો ફસાતા હોય છે જે લોકોને માલુમ નથી હોતું કે સબ્સ્ક્રિપશન કેવી રીતે કેન્સલ કરવું. ઘણા લોકો મફત સબ્સ્ક્રિપશનની લાલચમાં આવીને કોઈપણ એપ્સ ઉપર સબ્સ્ક્રિપશન કરાવી લેતા હોય છે અને હેકર્સ બહુ સરળતાથી તમારા બેંક એકાઉન્ટ સુધી પહોંચી અને બધા જ પૈસા ખાલી કરી દેતા હોય છે. આજે અમે તમને એવી જ કેટલીક એપ્સ વિશે જણાવવાના છીએ જે તમારે ભૂલથી પણ ડાઉનલોડ ના કરવી જોઈએ. નહિ તો તમારું બેંક એકાઉન્ટ ખાલી થઇ જશે.

- com.photoconverter.fileconverter.jpegconverter
- com.recoverydeleted.recoveryphoto.photobackup
- com.screenrecorder.gamerecorder.screenrecording
- com.photogridmixer.instagrid
- com.compressvideo.videoextractor
- com.smartsearch.imagessearchcom.emmcs.wallpapper
- com.wallpaper.work.application
- com.gametris.wallpaper.application
- com.tell.shortvideocom.csxykk.fontmoji
- com.video.magiciancom.el2020xstar.xstar
- com.dev.palmistryastrology
- com.dev.furturescopecom.fortunemirror
- com.itools.prankcallfreelitecom.isocial.fakechatc
- om.old.mecom.myreplica.celebritylikeme.pro
- com.nineteen.pokeradar
- com.pokemongo.ivgocalculator
- com.hy.gscanner
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.