ખબર

Appleએ લોન્ચ કર્યા iPhone 11, 11 Pro, 11 Pro Max, ભારતમાં શું હશે શરૂઆતી કિંમત, ને ક્યારથી ખરીદી શકાશે, જાણો વિગતે

હાલમાં જ Apple ત્રણ નવા iphones લોન્ચ કર્યા છે, iPhone 11 , iPhone 11 Pro અને iPhone 11 Pro Max. આ ત્રણ મોબાઈલનું વેચાણ 20 સપ્ટેમ્બરથી શરુ થશે. આ મોબાઈલ ખરીદવા માટે તમારે 13 સપ્ટેમ્બરના તેનું પ્રિ-બુકીંગ કરવી શકો છે. આ ત્રણ મોબાઈલની કિંમત અને તેની ડીટેલ કંપની વિગતવાર બહાર પાડી છે.

Image Source

iPhone 11 Pro અને iPhone 11 Pro Maxની વાત કરીએ તો આ મોબાઈલ ત્રણ પ્રકારની વેરાયટીમાં આવશે. 64GB, 265GB અને 512GB. આ મોબાઈલ 4 રંગની વેરાયટીમાં મળશે, તેમાં મિડનાઇટ ગ્રીન, સ્પેસ ગ્રે, સિલ્વર અને ગોલ્ડમાં મળશે. 64GBની કિંમત ભારતમાં 99900 રૂપિયા છે જયારે 265GBની કિંમત 109900 રૂપિયા રાખી છે. 512GBની કિંમત હાલ જાહેર નથી થઇ.

iPhone 11ની વાત કરીએ તો આ મોબાઈલ 6 રંગની વેરાયટીમાં મળશે. આ મોબાઈલ પણ ત્રણ વેરાયટીમાં સ્ટોરેજ આવશે 64GB, 128GB, 265GB. આ મોબાઇલની શરૂઆતી કિંમત 64900 રૂપિયાની છે. આ મોબાઈલ માટે પ્રિ-બુકીંગ 13 સપ્ટેમ્બરથી શરુ થશે.

Image Source

ડિસ્પ્લેની વાત કરીએ તો iPhone 11 Pro અને iPhone 11 Pro Maxમાં કંપનીએ Super Retina XDRનો ઉપયોગ કર્યો છે. આ એક પ્રકારની OLED પેનલ છે જે HDRનો અનુભવ કરાવે છે. iPhone 11 Proની ડિસ્પ્લે 5.8 ઇંચની OLED ડિસ્પ્લે આપવામાં આવી છે જયારે iPhone 11 Pro Maxમાં 6.5 ઇંચની ડિસ્પ્લે આપી છે.

પરફોર્મન્સની વાત કરીએ તો કંપનીએ દાવો કર્યો છે કે આ અત્યાર સુધીનું સૌથી પાવરફુલ પ્રોસેસર છે આ મોબાઈલમાં A13 Bionic ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ ચિપ તેને A12 કરતા 20% ઝડપી છે. આ નવી ચિપ મશીન એક્સેલરેટરનું કામ પણ કરશે જથી CPU એક સેકેન્ડમાં 1 ટ્રિલિયલ ઓપરેશન કરી શકે, તેમજ પાછળ આઈફોન સાથે સરખામણી કરીએ તો બેટરી આ નવા ફોનમાં આશરે એક કલાક વધુ બેકઅપ આપશે.

Image Source

કેમેરાની વાત કરીએ તો iPhone 11 Pro અને iPhone 11 Pro Maxમાં ત્રણ રિયર કેમેરા સેટ આપવામાં આવ્યો છે આ ત્રણે કેમેરા 12 મેગાપિક્સલના છે. કેમેરાની ખાસિયત એ છે કે પોટ્રેટ મોડમાં પણ તમે વાઈડ અંગલ ફ્રેમનો ઉપયોગ કરી શકો છે. આ મોબાઈલમાં ટેલિફોટો કેમેરા પણ છે જે IPhone Xs કરતા 40% વધારે લાઈટ કેપ્ચર કરે છે. કેમેરામાં નવી જનરેશનનું HDR આપ્યું છે જે મશીન લર્નિગનો ઉપયોગ કરીને વસ્તુઓની ઓળખાણ સારી રીતે કરી શકશે. iPhone 11ના કેમેરામાં Night Mode ફીચર પણ આપેલું છે.

Image Source

કંપનીએ કહ્યું છે કે Night Mode ઓટો સ્ટાર્ટ હોય છે જે રાત્રે રેકોર્ડિંગ કરવામાં કે ફોટો ખેંચવામાં મદદરૂપ થશે. અને તેમાં 64fps થી 4K રેકોર્ડિંગ કરી શકાય છે. ફોટોગ્રાફીના રસિયાઓ માટે ખુશખબર છે. iPhone 11 માં બે રિયર કેમેરા આપેલા છે જે 12 મેગાપિક્સલના છે. મુખ્ય કેમેરા વાઇડ એંગલ લેન્સ છે અને બીજો અલ્ટ્રા વાઇડ છે.

કંપનીએ કેમેરાનો ઈન્ટરફેસ બદલી નાખ્યો છે. આ ઇન્ટરફેસ ત્રણ કેમેરાને સારી રીતે ઉપયોગ કરવા માટે બનાવવામાં આવી છે. વિડીયો રેકોર્ડિંગ માટે QuickTake આપેલું છે જેથી ઝડપથી તમે સ્વીચ કરી શકશો. સેલ્ફી કેમેરામાં પણ સ્લો મોશન વિડીયો રેકોર્ડિંગ કરી શકાશે, કંપનીએ આ ઓપ્શનનું નામ slofie નામ આપ્યું છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks