સુરતના આ ફેમસ મોટા એરિયામાં કુટણખાણું ધમધમતું હતું, પોલીસે એન્ટ્રી મારતા જ ભાગદોડ મચી ગઈ

ગુજરાતમાંથી ઘણીવાર સ્પાના નામે ધમધમતા કુટણખાના ઝડપાતા હોય છે.પોલિસ દ્વારા આવા ધંધા લાલ આંખ પણ કરવામાં આવી છે અને આવા ધંધાની માહિતી મળતા જ ડમી ગ્રાહક મોકલી દરોડો પાડવામાં આવતો હોય છે. ત્યારે છેલ્લા કેટલાક સમયમાં સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાંથી ઘણા કુટણખાના પર દરોડા પાડવામાં આવ્યા છે અને ત્યાંના સંચાલક તેમજ ગ્રાહક સહિત રૂપલલનાઓની ધરપકડ પણ કરવામાં આવી છે. હાલમાં પણ સુરતમાંથી એક કુટણખાનું ઝડપાયુ હોય તેવો કિસ્સો સામે આવ્યો છે.

સુરતના મોટા વરાછામાં એપ્પલ હાઇટ્સ નામનું કોમ્પ્લેક્ષ આવેલ છે, આ કોમ્પ્લેક્ષમાં ક્રિયાંશ સ્પા છે, જ્યાં સ્પાના નામે કુટણખાનાનો ધંધો ચાલતો હતો. અહીં પોલિસે દરોડો પાડ્યો હતો અને બાતમીને આધારે રેડ પાડતા ઘણી આપત્તિજનક વસ્તુઓ પણ મળી આવી હતી. પોલિસે ત્રણ આરોપીઓને પણ અહીંથી ઝડપી પાડ્યા હતા. આ સાથે 4 રૂપલલનાઓ મળી આવી હતી અને કોન્ડમ પણ મળી આવ્યા હતા.

પોલિસને માહિતી મળી હતી કે મોટા વરાછાના એપ્પલ હાઇટ્સમાં 105 નંબરની દુકાનમાં ક્રિયાંશ સ્પામાં કુટણખાનું ધમધમી રહ્યુ છે. આ દરમિયાન પોલિસે રેડ કરતા 4 રૂપલલના અને બે ગ્રાહક તેમજ એક સંચાલક મળી આવ્યો હતો.  પોલિસે 4 રૂપલલનાઓની પૂછપરછ કરી હતી અને તે બાદ તેમને આવા ધંધામાંથી મુક્ત કરાવી હતી. પોલિસે આ રેડમાં આરોપીઓની અંગઝડતીમાં 11420,  3 કોન્ડમ અને ડાયરી તેમજ 3 મોબાઇલ કિંમત 13500 મળી કુલ રૂપિયા 24 હજાર 920નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

Shah Jina