ખબર

ભવિષ્યમાં દુનિયામાં મહાપ્રલય થઇ શકે છે, આ વખતે જ્યોતિષે નહિ પરંતુ વૈજ્ઞાનિકોએ કર્યો દાવો- જાણો વિગત

વિનાશ, પ્રલય અને ધરતી નષ્ટ થઇ જશે એવી આગાહીઓ આપણે ઘણા વર્ષોથી સાંભળતા આવીએ છીએ. વર્ષ 1999માં તો જ્યોતિષીઓએ એવો દાવો પણ કર્યો હતો કે વર્ષ 2012માં ધરતી નષ્ટ થઇ જશે. આના પર હોલિવૂડમાં એક ફિલ્મ પણ બની ચુકી છે. જો કે એ વખતે તો એવું ન થયું પણ હવે ફરી એકવાર પૃથ્વીના વિનાશની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Image Source

અહીં ધ્યાન ખેંચનાર બાબત તો એ છે કે આ દાવો કોઈ જ્યોતિષીઓએ નહિ પણ સંશોધનકર્તાએ કર્યો છે. અમેરિકામાં ન્યુયોર્ક યુનિવર્સીટીના પ્રોફેસર મિશેલ રેમ્પિનોએ એક સંશોધનનો રિપોર્ટ જાહેર કર્યો છે. તેમના રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જે રીતે ધરતીનું તાપમાન વધી રહ્યું છે એને જોતા તો જલ્દી જ સાતમી વાર મહાપ્રલય આવી શકે છે. સંશોધનકર્તાઓએ કહ્યું છે કે આવી જ પરિસ્થિતિ થવા પર આના પહેલા પણ મહાપ્રલયની ઘટનાઓ થઇ ચુકી છે. એટલે એકવાર ફરી સૃષ્ટિના ખતમ થવાનું અનુમાન છે.

Image Source

સંશોધનકર્તાઓને શોધમાં જાણવા મળ્યું છે કે લગભગ 26 કરોડ વર્ષો પહેલા ધરતી પર પહેલીવાર મહાપ્રલય આવ્યો હતો, એ પછીથી આવું 6 વાર થઇ ચૂક્યું છે. આ પહેલા પણ 6 વાર આ ધરતી પરથી જીવ-જંતુઓ અને સજીવો લુપ્ત થઇ ચુક્યા છે. એકવાર ફરી આવી સંભાવનાઓ બની રહી છે. ઝડપથી વધી રહેલા તાપમાનથી કેટલાય જીવોની પ્રજાતિઓ લુપ્ત થઇ ચુકી છે. આવી જ પરિસ્થિતિ થવા પર મહાપ્રલયની ઘટનાઓ થઇ ચુકી છે. એ વખતે લોકો કોલસાની જેમ બળીને રાખ થઇ ગયા હતા. આ રીતે એક વાર ફરી ધરતીના ખતમ થવાના અનુમાન છે અને સાથે જ મનુષ્ય અને જાનવર પણ બળીને રાખ થઇ જશે.

Image Source

સામુહિક વિનાશની બધી જ ઘટનાઓ પર્યાવરણ સાથે છેડછાડને કારણે થઇ હતી. શોધના આધારે દાવો કરવામાં આવ્યો છે એક પૃથ્વી પર મહાપ્રલય પૂર અને જ્વાળામુખી વિસ્ફોટ જેવી ઘટનાઓને કારણે થયો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્વાળામુખી વિસ્ફોટ પછી લાખો કિલોમીટર સુધી ધરતી પર લાવા ફેલાઈ ગયો હતો. જેને કારણે બધા જ જીવ-જંતુઓનો નાશ થઇ ગયો હતો.

Image Source

જણાવી દઈએ કે આ પહેલા વૈજ્ઞાનિકોનું અનુમાન હતું કે ધરતીનો વિનાશ પાંચ વાર થઇ ચુક્યો છે, એ કારણે ધરતી પર ઘણા સજીવોની પ્રજાતિ લુપ્ત થઇ ગઈ છે. ભૂવૈજ્ઞાનિકોએ સામુહિક વિનાશની આ અવધિઓને ઓર્ડોવિશિયન (44.3 કરોડ વર્ષ પહેલા), લેટ ડેવોનિયન (37 કરોડ વર્ષ પહેલા), પર્મિયન (25.2 કરોડ વર્ષ પહેલા), ટ્રાયસિક (20.1 કરોડ વર્ષ પહેલા) અને ક્રેટેશિયસ (6.6 કરોડ વસ્ર્હ પહેલા)માં વિભાજીત કર્યું છે.

Image Source

હિસ્ટોરિકલ બાયોલોજીમાં પ્રકાશિત એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 27.2 કરોડથી લઈને 26 કરોડ વર્ષ બાદ મહાપ્રલય થાય છે. હવે આ સમય પૂરો થવાનો છે, એવામાં એકવાર ફરી મહાપ્રલય થઇ શકે છે. આ દરમ્યાન સૌથી વધુ ધરતી અને મહાસાગર પ્રભાવિત થશે. ત્યારે પૃથ્વી પર બધા જ વૃક્ષોમાં આગ લાગી જશે અને સમુદ્રનું પાણી ઉકળવા લાગશે.

Image Source

આ પહેલા ત્રણ વર્ષના સંશોધન અને પછી એક સપ્તાહ સુધી દક્ષિણ કોરિયાના ઇંચિયોન શહેરમાં બધા જ સરકારના પ્રતિનિધિઓ સાથે ચર્ચા-વિચારણા બાદ વૈજ્ઞાનિકોએ આવી જ આશંકા વ્યક્ત કરી હતી. વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે જે રીતે ધરતી તપી રહી છે, ગ્લોબલ વોર્મિંગ તરફ આગળ વધી રહી છે, જો આ નહિ રોકવામાં આવે તો જીવન પર ખૂબ જ મોટો ખતરો ઉત્પન્ન થઇ જશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.