સુપર સાઇક્લોન અમ્ફાનએ મચાવી તબાહી , સાત લાખ લોકોનું સ્થળાંતર, 12ના મોત

0

ભારતીય મોસમ વિભાગ દ્વારા ચક્રવર્તી તોફાન એમ્ફાનની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે બંગાળની ખાડીમાં અને દક્ષિણ આંદામાન સમુદ્રમાં લો પ્રેશર બનતા અમ્ફાન વાવાઝોડું ત્રાટક્યું હતું.

Image source

બંગાળના અખાતમાં પંદરમી મેના દિવસે પેદા થયેલું સમુદ્રી વાવાઝોડું એમ્ફાન આજે બંગાળ-ઓડિશા, બાંગ્લાદેશના કાંઠે સુપર સાઈકલોન બનીને ત્રાટક્યું હતું. વાવાઝોડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ઓરિસ્સાના ચાંદીપુરમાં ભારે વરસાદ થયો હતો. પારાદીપમાં 102 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગ પ્રમાણે ક્યાંક બસ્સોથી પોણા ત્રણસો કિલોમીટર સુધી પવનની ઝડપ જોવા મળી હતી. કાંઠે વાવાઝોડું ત્રાટક્યા પછી પવનની ઝડપ ઘટી ગઈ હતી.


પહેલેથી જ સાવધાની રાખવાને કારણે વાવાઝોડાંને કારણે સાંજ સુધીમાં ચાર મોત નોંધાયા હતા. એ પહેેલા બન્ને રાજ્યોમાંથી લગભગ સાત લાખ લોકોને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને અન્ય ટુકડીઓ દ્વારા સલામત સ્થળે ખસેડી દેવાયા હતા. આજે સાંજ સુધીમાં વાવાઝોડું નબળું પડી વિખેરાઈ જાય તેવી શક્યતા છે.

Image source

પશ્ચિમ બંગાળના દીઘાથી લઈને બાંગ્લાદેશના હાતિયા ટાપુ વચ્ચેના વિસ્તારમાં વાવાઝોડાંની સૌથી વધુ અસર થતા કાંઠા વિસ્તારમાં વૃક્ષો મૂળમાંથી ઉખડી ગયા હતા, વીજળીના થાંભલા પડી ગયા હતા. પશ્ચિમ બંગાળમાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત થયા છે. સાઇક્લોન અમ્ફાનના કારણે બંગાળના અનેક શહેરોમાં વીજ પુરવઠા પર માઠી અસર પડી છે. તેથી ગરમીમાં વીજળી ડૂલ થતાં લોકો વધુ હાલાકી ભોગવી રહ્યા છે. અનેક સ્થળે ઇન્ટરનેટ સેવા પણ ઠપ થઈ ગઈ છે.

Image source

વાવાઝોડાથી ખાનાખરાબી ઓછી થાય એટલા માટે એનડીઆરએફ સહિતની ફોર્સની ૪૦થી વધારે ટીમો અઠવાડિયાથી ગ્રાઉન્ડ પર કામ કરી રહી છે. જ્યાં વૃક્ષો તૂટી પડે કે અન્ય અચડણો ઉભી થાય ત્યાં તુરંત રસ્તા ખુલ્લાં કરવા મશીનરી કામે લગાડી દેવાઈ હતી. એ ઉપરાંત બીજી ૨૪ ટુકડી કલકતામાં સ્ટેન્ડ બાય રખાઈ છે. એનડીઆરએફની દરેક ટીમમાં સામાન્ય રીતે ૪૫ વ્યક્તિ હોય છે.

Image source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.