દીકરીની સફળતા જોઈને ડીએસપી પિતાની છાતી ગર્વથી ફૂલી ગઈ, વાયરલ થઇ રહેલી તસીવીરોએ જીતી લીધું સોશિયલ મીડિયામાં સૌનું દિલ

દરેક પિતાને તેમની દીકરી ઉપર ગર્વ હોય છે. આપણા દેશની ઘણી એવી દીકરીઓ છે જેમને પોતાના કામથી તેમના પિતાનું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે. જયારે દીકરી સફળતા પ્રાપ્ત કરે ત્યારે સૌથી વધારે ખુશી તેના પિતાને થાય છે. ત્યારે આવી જ એક ભાવુક કરી દેનારા પળની તસવીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

યુપી પોલીસને 72 ડેપ્યુટી એસપી મળી ગયા છે. ડો. બીઆર આંબેડકર પોલીસ એકેડમીના મેદાનમાં પાસિંગ આઉટ પરેડ બાદ  યુપીની નવનિયુક્ત અધિકારી સામેલ થયા. 72માંથી 17 મહિલા ડેપ્યુટી એસપી છે. પરંતુ આ દરમિયાન એક મહિલા ડેપ્યુટી એસપીની તસવીર સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

તમને જણાવી દઈએ કે આ તસવીર યુપી પોલીસના ડેપ્યુટી એસપી અપેક્ષા નિમ્બાળિયાની છે. જેમાં તે તેના પિતાને સલામ કરતા જોવા મળી રહી છે. તેના પિતા આઇટીબીપી ડીઆઈજી એપીએસ નિમ્બાળીયા છે. પિતાએ પણ સામે તેમની દીકરીને બદલામાં સલામ કરી હતી. તેમને તેમની દીકરીની તાલીમ પૂર્ણ કરવા ઉપર આશીર્વાદ પણ આપ્યા.

 

View this post on Instagram

 

A post shared by ITBP (@itbp_official)


મીડિયા રિપોર્ટ અનુસાર અપેક્ષાએ ગૌતમ વૃદ્ધ વિશ્વવિદ્યાલય ગ્રેટર નોઈડાથી ફર્સ્ટ ક્લાસમાં બીટેક પાસ કર્યું છે. વર્ષ 2018માં તેમને  નેટ જેઆરએફ પણ પાસ કર્યું. અપેક્ષાના દાદા વની સિંહ જાટ રેજિમેન્ટમાં ઓનેરેરી કપ્તાન પદ ઉપરથી રિટાયર્ડ થયા હતા.  તેમનો પરિવાર મૂળ  ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાથી સંબંધ ધરાવે છે.

Niraj Patel