ટીવી જગતમાંથી આવ્યા વધુ એક દુઃખદ સમાચાર, ઘર ઘરમાં પોતાની આગવી ઓળખ બનાવનાર ધારાવાહિક “સાથ નિભાના સાથિયા”ની આ અભિનેત્રીનું થયું નિધન

‘સાથ નિભાના સાથિયા’ શોની અભિનેત્રીનું નિધન, 83 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, આઘાતમાં ટીવી કલાકારો

Aparna Kanekar Death : મનોરંજન જગતમાંથી એક પછી એક દુઃખદ ખબરો આવવાનો સિલસિલો યથાવત છે. સૌથી ઇન્ડસ્ટ્રીમાં જ થોડા દિવસ પહેલા જ બે અભિનેત્રીઓના નિધનના સમાચાર સામે આવ્યા છે, ત્યારે હાલ હિન્દી ઇન્ડસ્ટ્રીમાંથી પણ સામે આવેલી એક ખબરે ચાહકોના શ્વાસ અઘ્ધર કરી દીધા છે. ટીવી પર પ્રસારિત થનારી અને દરેક ઘર ઘરમાં જાણીતી એવી ધારાવાહિક “સાથ નિભાના સાથિયા”માં જાનકી બાનું પાત્ર નિભાવી રહેલા અભિનેત્રી અર્પણ કાણેકરનું નિધન થયું છે.

પોતાના પાત્રથી ઘર ઘરમાં બન્યા હતા ફેમસ :

સાથ નિભાના સાથિયા ધારાવાહિકમાં જાનકી બાનું પાત્ર ભજવીને દરેક ઘરમાં ફેમસ બનેલી અભિનેત્રીના નિધનના સમાચારે સૌને ચોંકાવી દીધા છે. અભિનેત્રીએ 83 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. સેલેબ્સથી લઈને ચાહકો સુધી દરેક તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સ્ટાર પ્લસની લોકપ્રિય સિરિયલ ‘સાથ નિભાના સાથિયા’ની કાસ્ટ તેમના શોના પ્રિય સભ્યને ગુમાવ્યા બાદ શોકમાં છે. દેવોલિના ભટ્ટાચારજી અને મોહમ્મદ નાઝીમની સિરિયલમાં ‘જાનકી બા મોદી’નું પાત્ર ભજવનાર અપર્ણા કાણેકરનું નિધન થયું છે.

જાનકી બા મોદીનું પાત્ર નિભાવ્યું હતું :

શોમાં પરિધિનું પાત્ર ભજવનાર અભિનેત્રી લવી સાસને તેના નિધન અંગે ચાહકોને માહિતી આપી હતી. લવીએ તેની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ સમાચાર વિશે જાણ્યા પછી તેનું હૃદય ભારે છે. તેણે અપર્ણાને ‘સૌથી સુંદર અને મજબૂત વ્યક્તિ’ ગણાવી હતી. નિધન પર શોક વ્યક્ત કરતા, અભિનેત્રીએ તેની સાથે એક તસવીર શેર કરી અને કહ્યું કે તે પીઢ કલાકાર સાથે અદ્ભુત સમય પસાર કરવા માટે ભાગ્યશાળી છે. અભિનેત્રીએ શેર કરેલી તસવીરમાં લવી અપર્ણાના ગાલ પર કિસ કરતી જોવા મળી રહી છે.

સાથી કલાકારોમાં છવાયો શોક :

જ્યારે દેવોલિના ભટ્ટાચારીએ આ પોસ્ટને લાઈક કરી છે.  તો અન્ય સેલેબ્સ કોમેન્ટ કરીને દુઃખ વ્યક્ત કરી રહ્યાં છે. અભિનેત્રી તાન્યા શર્મા, ભાવિની પુરોહિત અને વંદના વિટ્ટલાની પીઢ અભિનેત્રીને શ્રદ્ધાંજલિ આપતી વખતે ભાવુક જોવા મળી હતી. પોસ્ટ પર ટિપ્પણી કરતા વંદનાએ લખ્યું, ‘ઓમ શાંતિ’ જ્યારે તાન્યાએ લખ્યું, ‘RIP.’ ફેન્સ પણ કોમેન્ટમાં તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.

Niraj Patel