ખબર

માર ખાતા-ખાતા બચ્યા દોષિતોના વકીલ એપી સિંહ, નિર્ભયા પર કરી હતી વાંધાજનક કોમેન્ટ કે મગજ જશે

નિર્ભયા સામુહિક બળાત્કાર અને હત્યા કેસમાં ચારેય દોષિતોને આજે ફાંસીના માંચડે ચઢાવી દેવામાં આવ્યા હતા અને અંતે નિર્ભયાને ન્યાય મળ્યો હતો. પરંતુ આ ચારેય દોષિતોએ ફાંસી ટાળવા માટે છેલ્લી ઘડી સુધી વિવિધ પેંતરાઓ અજમાવ્યા હતા. એવામાં સુપ્રીમ કોર્ટમાં ગઈ રાતે સજા અટકાવવા માટે એક અરજી દાખલ કરવામાં આવી, જેને ફાંસીના કેટલાક કલાકો પહેલા જ રદ કરી દેવામાં આવી.

Image Source

ત્યારે કોર્ટથી બહાર આવ્યા બાદ દોષિતોના વકીલ એપી સિંહે એવું નિવેદન આપ્યું કે તે સુપ્રીમ કોર્ટની બહાર માર ખાતા-ખાતા માંડ-માંડ બચ્યા છે. કોર્ટની બહાર એપી સિંહે નિર્ભયાના ચરિત્ર પર આંગળી ચીંધતા કોમેન્ટ કરી હતી, જેના પર ત્યાં હાજર લોકો ભડકી ઉઠ્યાં હતા. નિર્ભયાના દોષિતોના વકીલ એપી સિંહને લઈને લોકો હાલ પણ ગુસ્સામાં જ છે.

Image Source

રાતે સુપ્રીમ કોર્ટની બહાર એક રિપોર્ટર સાથે વાતચીત દરમ્યાન વકીલ એપી સિંહ બોલી ઉઠ્યાં કે નિર્ભયા રાતે 12.30 વાગ્યા સુધી ક્યાં હતી, એ વાત શું એમની માતાને ખબર હતી? રિપોર્ટરના એક સવાલના જવાબમાં એપી સિંહે કહ્યું, ‘જો ચોરની માને પકડવાની વાત કરવામાં આવી રહી છે તો એ કારણ પર જાઓ કે રાતે સાડા બાર વાગ્યા સુધી શા માટે ખબર ન હતી કે અમારી દીકરી ક્યાં છે? પછી એ મા પર જાઓ. એ ચોરની માને પકડશો તમે કે સાડા બાર વાગ્યા સુધી એ જ ખબર ન હતી કે દીકરી ક્યાં છે? કોની સાથે છે? કેવી હાલતમાં છે? કેવી છે? આ વાતો છોડી ડો, વાત ઘણી વધી જશે.’

Image Source

આ પછી ત્યાં હાજર લોકોએ તેને ટોક્યો અને ચરિત્ર પર કોમેન્ટ કરવા બદલ માફી માંગવાનું કહ્યું. સમયને જોતા એપી સિંહ ત્યાંથી નીકળી ગયા. તેમના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર પણ લોકો તેમને પર ઘણા સવાલો ઉઠાવી રહયા છે, તેની ટીકા કરી રહયા છે.

પહેલેથી જ નિર્ભયાના કેદમાં જે રીતે એપી સિંહ દોષિતોનો કેસ લડ્યા, એનાથી લોકો ગુસ્સે છે. તિહાદની બહાર પણ લોકો તેના વિરુદ્ધ નારેબાજી કરતા જોવા મળ્યા હતા. એક વ્યક્તિએ તો એમ પણ કહ્યું હતું કે હવે એપી સિંહે પાગલખાના જતા રહેવું જોઈએ, તેને વકીલાત છોડીને સન્યાસ લઇ લેવો જોઈએ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.