ખબર

આ નેતાએ દેખાડી માણસાઈ, કેન્સર પીડિતની સારવાર માટે આપ્યા 20 લાખ – વાંચો સમગ્ર અહેવાલ

આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડીએ માનવતાની મિસાલ પેશ કરીને એકવાર ફરી લોકોનું દિલ જીતી લીધું છે. વિશાખાપટ્ટનમની મુલાકાતે આવેલા રેડીએ પોતાનો કાફલો રોકીને એક કેન્સર પીડિત યુવકની આર્થિક મદદ કરી. તેઓએ ડીએમને તેની સારવારનો બધો જ ખર્ચ સરકારી સ્તરથી જારી કરવાના આદેશ પણ આપ્યા, એ પછી તેનો ઈલાજ શરુ થઇ શક્યો.

વિશાખાપટ્ટનમનો 17 વર્ષીય યુવક નીરજ કુમારને બ્લડ કેન્સર છે. તેનો પરિવાર ખૂબ જ ગરીબ છે. તેના પિતા શાકભાજી બજારમાં નાના-મોટા કામ કરીને પરિવારનું ગુજરાન ચાલે છે અને માતા ઘર સાચવે છે. તેઓ નીરજનો ઈલાજ કરાવી શકે એમ નથી કારણ કે બે ભાઈઓમાં નાના નીરજનો પરિવાર ખૂબ જ ગરીબ છે. થોડા સમય પહેલા જ તેના કેન્સરનું નિદાન થયું અને તેની સારવારનો ખર્ચ 20 લાખ રૂપિયા છે. જે પરિવાર ઉઠાવી શકે એમ નથી.

Image Source

કેન્સરની સારવારનો ખર્ચ સાંભળીને તેનો પરિવાર ચિંતિત થઇ ગયો એટલે નીરજ માટે લોકો ભેગા થયા અને એ જે શાળામાં અભ્યાસ કર્યો, ત્યાંના શિક્ષકો, વિદ્યાર્થીઓ, તેના મિત્રોએ મળીને ‘ફ્રેન્ડ્સ ઓફ નીરજ કુમાર’ નામનું એક ગ્રુપ બનાવ્યું. આ ગ્રુપ શહેરના જુદા-જુદા ભાગોમાં જઈને નીરજકુમારની સારવાર માટે પૈસા ભેગા કરી રહ્યાં છે. પરંતુ અત્યાર સુધીમાં તેઓ માત્ર 2 લાખ રૂપિયા જ ભેગા કરી શક્યા છે.

આ દરમ્યાન આ ગ્રુપને ખબર પડી એક આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વિશાખાપટ્ટનમ આવી રહયા છે. તેવામાં તેઓએ મુખ્યમંત્રીનું ધ્યાન આકર્ષિત કરવાની યોજના બનાવી અને બધા જ કાર્યક્રમોમાં હાજરી આપ્યા પછી જયારે મુખ્યમંત્રી એરપોર્ટ જઈ રહયા હતા ત્યારે તેઓએ ફ્રેન્ડ્સ ઓફ નીરજ કુમારને રસ્તા પર ઉભેલા જોયા. બધાએ જ હાથમાં મદદ માટેના બેનરો પકડયા હતા એટલે મુખ્યમંત્રી રેડ્ડીએ પોતાનો કાફલો રોક્યો અને આ ગ્રુપની મુલાકાત લીધી.

Image Source

તેમને નીરજ કુમારની સારવાર સંબંધિત કાગળો પણ જોયા અને તેના મેડિકલ રિપોર્ટ્સ પણ જોયા. આ પછી બધી જ જાણકારી મેળવ્યા બાદ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ ડીએમને આદેશ આપ્યા કે નિરાજકુમારની સારવારનો ખર્ચ સરકારી સ્તર પર કરવામાં આવે. આ પછી હવે નીરજ કુમાર હોસ્પિટલમાં છે અને ડોક્ટર તેનો બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરવાની તૈયારીમાં છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks