આ જંગલમાં આત્મહત્યા કરવા આવે છે લોકો, લટકતી લાશો જોઈને નિકળી જાય છે ચિસો

આ જંગલમાં હોકાયંત્ર કે મોબાઈલ પણ નથી કરતો કામ

આખું વિશ્વ અસંખ્ય રહસ્યોથી ભરેલું છે. મોટા ભાગના વિશે સામાન્ય લોકો તો શું વિજ્ઞાનીઓ પણ શોધી શક્યા નથી. આજે અમે તમને એવા જ એક રહસ્ય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનો સંબંધ જંગલ સાથે છે. આ જંગલ જાપાનમાં આવેલું છે. આ જંગલ વિશે કહેવાય છે કે લોકો અહીં આવીને આત્મહત્યા કરે છે. તેથી જ આ જંગલ ‘સ્યુસાઈડ ફોરેસ્ટ’ તરીકે ઓળખાય છે.(તમામ તસવીરો: પ્રતીકાત્મક)

આ જગ્યા પર ભૂતોનો વસવાટ છે : આ લીલુંછમ અને સુંદર દેખાતું જંગલ મોર્નિંગ વોક માટે નહીં પરંતુ તેની ભયાનક કહાનીઓ માટે પ્રખ્યાત છે. કહેવાય છે કે આ જંગલમાં ઘણા લોકોએ આત્મહત્યા કરી છે. આ સિવાય આ જંગલ વિશે લોકોમાં ઘણી માન્યતાઓ છે. કેટલાક લોકોનું માનવું છે કે આ જગ્યા પર ભૂતોનો વસવાટ છે, જે લોકોને આત્મહત્યા કરવા મજબૂર કરે છે. તમને જણાવી દઈએ કે આ જંગલ વિશ્વના સૌથી લોકપ્રિય આત્મહત્યાના સ્થળોમાં બીજા નંબર પર છે. આ જંગલ જાપાનની રાજધાની ટોક્યોથી થોડા કલાકો દૂર આવેલું છે.

તમારા બાળકો અને પરિવાર વિશે કાળજીપૂર્વક વિચારો : તમને જણાવી દઈએ કે ઓકિગહારા જંગલમાં પ્રવેશતાની સાથે જ તમને ચેતવણીઓ વાંચવા મળશે. જેમ કે ‘તમારા બાળકો અને પરિવાર વિશે કાળજીપૂર્વક વિચારો’, ‘તમારું જીવન તમારા માતાપિતા તરફથી અમૂલ્ય ભેટ છે’. આ જંગલ જાપાનના ટોક્યોથી 2 કલાકના અંતરે સ્થિત માઉન્ટ ફુજીના ઉત્તર-પશ્ચિમમાં આવેલું છે અને 35 ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે.

જંગલમાંથી લગભગ 105 મૃતદેહો મળી આવ્યા : એટલું જ નહીં આ જંગલ એટલું ગાઢ છે કે તેને વૃક્ષોનો મહાસાગર પણ કહેવામાં આવે છે. આ જંગલ એટલું ગાઢ છે કે અહીંથી બહાર આવવું ખૂબ મુશ્કેલ છે. આ જંગલમાં આત્માઓ રહે છે તેવું માનવામાં આવે છે. સત્તાવાર રેકોર્ડ મુજબ, 2003 થી, આ જંગલમાંથી લગભગ 105 મૃતદેહો મળી આવ્યા છે. તેમાંથી મોટાભાગના ખરાબ રીતે સડી ગયા હતા, જ્યારે કેટલાકને જંગલી પ્રાણીઓ ખાઈ ગયા હતા.

આ હોકાયંત્રની સોય સતત ફરતી રહે છે : સાથે એવું પણ માનવામાં આવે છે કે જંગલ એટલું ગાઢ છે કે લોકો રસ્તો ભૂલી જાય છે અને પછી ડરના કારણે પોતાનો જીવ લઈ લે છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ જંગલમાં કંપાસ કે મોબાઈલ જેવા ઉપકરણો પણ કામ કરતા નથી. એટલું જ નહીં, હોકાયંત્રની સોય પણ અહીં ક્યારેય સાચો રસ્તો બતાવતી નથી. તેનું કારણ એવું કહેવાય છે કે જ્વાળામુખીમાંથી નીકળતા લાવાએ માટીનું રૂપ ધારણ કર્યું છે, જેમાં આયર્ન મોટી માત્રામાં છે. ચુંબકીય આયર્નને કારણે, હોકાયંત્રની સોય સતત ફરતી રહે છે અને સાચો રસ્તો બતાવવામાં સક્ષમ નથી રહેતી.

મોબાઈલ નેટવર્ક પણ અહીં કામ કરતું નથી : એટલું જ નહીં મોબાઈલ નેટવર્ક પણ અહીં કામ કરતું નથી. જેના કારણે જો કોઈ આ જંગલમાં ફસાઈ જાય તો જંગલની બહાર સંપર્ક કરવો મુશ્કેલ બની જાય છે. આ જંગલની નજીક રહેતા લોકોનું કહેવું છે કે રાત્રે જંગલમાંથી ચીસોના અવાજો આવે છે. એવું કહેવાય છે કે આ જંગલમાં વિવિધ પ્રજાતિના ઘણા વૃક્ષો છે, જેમાંથી ઘણા ત્રણસો વર્ષથી વધુ જૂના હોવાનું કહેવાય છે.

YC