મનોરંજન

‘વાદા રહા સનમ’ ગીત લખનારા બોલીવુડના જાણીતા સંગીતકારનું નિધન, બૉલીવુડમાં શોક

લાગે છે કે, હાલ બોલીવુડમાં દુઃખનો પહાડ તૂટી પડયો છે. મનોરંજ ઈન્ડસ્ટ્રીઝમાં છેલ્લા 34 દિવસમાં 14 લોકોના નિધન થયા છે. આ વચ્ચે વધુ એક વાર બોલીવુડમાં દુઃખનો પહાડ તૂટી ગયો છે.
બોલિવુડના જાણીતા ગીતકાર અનવર સાગરનું 70 વર્ષની વયે અવસાન થયું છે. મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં તેમણે બુધવારે બપોરે અંતિમ શ્વાસ લીધા હતા. ક્યાં કારણે નિધન થયું તે જાણી શકાયું નથી.

Image source

80 અને 90ના દાયકામાં અનવર સાગર દ્વારા લખવામાં ઘણા પ્રસિદ્ધ હોય આજે પણતેને યાદ કરવામાં આવે છે, જેમાં અક્ષય કુમાર અને આયેશા ઝુલ્કા સ્ટાર ફિલ્મ ખેલાડીનું ગીત વાદા રહા સનમ, હોંગે જુદા ના હમ શામેલ છે.

આ સિવાય સાગર ‘યારના’, ‘સલામી’, ‘આ ગલે લગ જા’ અને ‘વિજયપથ’ જેવી ઘણી ફિલ્મો માટે ગીત લખ્યા હતા. અનવર સાગરે નદીમ-શ્રવણ, રાજેશ રોશન, જતીન-લલિત અને અનુ મલિક જેવા પ્રખ્યાત સંગીતકારો સાથે કામ કર્યું.

Image source

અનવર સાગરના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં ઈન્ડિયન પર્ફોર્મિંગ રાઈટ સોસાયટી લિમિટેડ (IPRS)એ બુધવારે ટ્વિટ કર્યું, “જાણીતા ગીતકાર અને IPRSના સભ્ય અનવર સાગરનું નિધન થયું છે. આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારને સાંત્વના અને તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના.”

અનવર સાગરે 1982માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઝખ્મી ઈન્સાન’થી ગીતકાર તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં શક્તિ કપૂર અને રમા વિજ હતા.1994માં અનવર સાગરે અક્ષય કુમાર અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ ‘મેં ખિલાડી તું અનાડી’ માટે પ્લેબેક સિંગર તરીકે ગીત રેકોર્ડ કર્યું હતું. ફરદીન ખાન અને અમૃતા અરોરાની 2002માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કિતને દૂર કિતને પાસ’ માટે અનવર સાગરે ગીત લખ્યા હતા. આ તેમનો છેલ્લો પ્રોજેક્ટ હતો.

Image source

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 35થી 40 દિવસમાં બોલિવુડે ઘણા સેલિબ્રિટીઝને ગુમાવ્યા છે. ઈરફાન ખાન, ઋષિ કપૂર જેવા મોટા કલાકારોથી માંડીને દિગ્ગજ ગીતકાર યૌગેશ ગૌડ અને મ્યૂઝિક કમ્પોઝર વાજિદ ખાનનું નિધન થયું.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..