ફિલ્મી દુનિયા

“ગંદીબાત”ની અભિનેત્રી અન્વેશી જૈનનો મોટો ખુલાસો, “કહ્યું હું અલગ દેખાઉં છું, ફક્ત મારા વાળ કે મારા સ્તનને નહીં…..”

‘ગંદી બાત’ની અભિનેત્રીએ અંગત વાત શેર કરી, જો આવું થાય તો જીભ પર કાબૂ નથી રહેતો અને…

ટીવી ક્વિન એકતા કપૂરની વેબ સિરીઝ “ગંદી બાત” ખુબ જ ચર્ચામાં રહી હતી. આ વેબ સિરીઝમાં અભિનેત્રી અન્વેશી જૈને કામ કર્યું હતું. તેના કામની આ વેબ સિરીઝમાં ખુબ જ પ્રસંશા થઇ અને તેને આ સિરીઝ દ્વારા જ ખુબ જ નામના મળી.

અન્વેશી અભિનેત્રી હોવાની સાથે મોડેલ અને શો હોસ્ટ પણ છે. થોડા સમય પહેલા જ તેને એક કવિતાના માધ્યથી પોતાના દિલની વાત પણ અભિવ્યક્ત કરી હતી.અન્વેશીએ કહ્યું હતું: “તમે લોકો મને જુઓ, મારા શરીરને નહિ. ફક્ત મારો ચહેરો કે મારા પગ નહીં. ફક્ત મારા વાળ કે મારા સ્તન નહીં મને જુઓ.

મારા મનને જુઓ. હું તમારા જેવી જ છું. હું એજ હવામાં શ્વાસ લઉં છું. જે હવામાં તમે લોકો શ્વાસ લો છો. મને ખબર છે કે હું અલગ દેખાવ છું.  જેના કારણે તમે લોકો મને ઘૂરો છો. પરંતુ તમે મારા શરીરથી અલગ જોશો તો તમને બધાની કાળજી રાખનારું દિલ પણ દેખાશે.”

અન્વેશીએ જયારે ગંદી બાતમાં કામ કર્યું ત્યારે તેનો પરિવાર તેના આ કામથી ખુશ નહોતો. તેના વિશે પણ અન્વેશીએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો. અન્વેશીએ કહ્યું હતું: “હું એ સમયને યાદ કરવા નથી માંગતી.

મેં વિચાર્યું હતું કે આ સિરીઝ વિશે મારા શહેરના લોકોને ખબર નહિ પડે. પરંતુ મારા ઘરવાળાને તેના વિશે ખબર પડી ગઈ. જયારે મારા પિતાનો ફોન આવ્યો અને તેમને મને આ વેબ સિરીઝ વિશે વાત કરી તો હું રડવા લાગી.”

આ ઉપરાંત અન્વેશીએ જણાવ્યું કે: “શરૂઆતમાં મને ઘણી જ તકલીફ થઇ. પરંતુ ત્યારબાદ મારા પરિવારે મારી વાત સાંભળી અને પછી બધું જ ઠીક થઇ ગયું.”

અન્વેશીએ બૉલીવુડ ઉપરાંત ગુજરાતી ફિલ્મ “જી”માં પણ કામ કર્યું છે. તેના અભિનયની ઘણી જ પ્રસંશાઓ થઇ છે. અને સોશિયલ મીડિયામાં પણ તેના ઘણા જ ફોલોઅર્સ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.