મમ્મી પપ્પા સાથે માલદીવ્સથી વેકેશન મનાવી પરત ફરી વિરાટ -અનુષ્કાની દીકરી વામિકા, કેમેરો જોઇ આવી રીતે આપ્યો પોઝ

સામે આવી વિરાટ-અનુષ્કાની લાડલીની તસવીર, નૂરાની ચહેરો જોઇ ચાહકોએ કહ્યુ- અલે અલે આટલી ક્યુટ…

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા જે છેલ્લા કેટલાક દિવસોથી માલદીવમાં રજાઓ માણી રહ્યા છે, તેઓ સોમવારે મુંબઈ પરત ફર્યા છે. હાલમાં જ બંનેને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે પુત્રી વામિકા કોહલી પણ નજર આવી હતી. જો કે, વામિકાએ કેમેરા જોઈને પીઠ ફેરવી લીધી હતી. માલદીવથી પરત ફરેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ મુંબઈ એરપોર્ટ પર સાથે પોઝ પણ આપ્યો હતો.

આ દરમિયાન વિરાટ સફેદ શર્ટ અને પેન્ટ પહેરેલો જોવા મળ્યો હતો. ત્યાં અનુષ્કા શર્મા બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. તેણે તેના લુકને પૂર્ણ કરવા માટે કેપ પણ પહેરી હતી. આ દરમિયાન એક ફોટોમાં વામિકા પણ તેના નૈનીના ખોળામાં બેઠેલી જોવા મળી હતી. આવી સ્થિતિમાં વામિકાની તસવીરો ફરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા સાથે રજાઓ માણી રહ્યો છે. અહીંથી, અનુષ્કાએ પુત્રી વામિકાને એક સુંદર વચન આપ્યું છે, જેને ચાહકોએ ખૂબ વખાણ્યું છે.

અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર દીકરી વામિકાની સાઈકલનો ફોટો શેર કર્યો છે. તેની સાથે વામિકા પણ લખેલુ જોવા મળે છે. અનુષ્કાએ આ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ‘હું તમને આ દુનિયાથી આગળ એક અલગ દુનિયામાં લઈ જઈશ. તમે મારું જીવન છો.’ અનુષ્કાએ આ કેપ્શન સાથે પરિવાર અને હૃદયનું ઈમોજી પણ બનાવ્યું છે. અનુષ્કા શર્માનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વિરાટ કોહલીએ તાજેતરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 સીઝન રમી હતી.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી રમતા કોહલીની IPL 2022 સિઝન ખૂબ જ ખરાબ રહી હતી. તેની ભારે ટીકા થઈ હતી. ઘણા ચાહકો અને દિગ્ગજો માનતા હતા કે કોહલીએ ક્રિકેટમાંથી બ્રેક લઈને વેકેશન પર જવું જોઈએ. તે પછી ફ્રેશ થઈને પાછા આવે અને જ કારણ હતું કે BCCIની પસંદગી સમિતિએ વિરાટ કોહલીને આરામ આપવાનો નિર્ણય કર્યો. કોહલીની દક્ષિણ આફ્રિકા સામેની 5 ટી20 શ્રેણી માટે પસંદગી કરવામાં આવી ન હતી.

જો કે વિરાટ કોહલી 1 જુલાઈથી ઈંગ્લેન્ડમાં રમાનાર એકમાત્ર ટેસ્ટ મેચ માટે ટીમમાં વાપસી કરશે. આ દિવસોમાં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સાથે 5 T20 મેચોની શ્રેણી રમી રહી છે.ભારત શ્રેણીની પ્રથમ બે મેચ હારી ગયું છે. આ સિરીઝ માટે વરિષ્ઠ ભારતીય ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ખેલાડીઓ અલગ-અલગ જગ્યાએ રજાઓ મનાવી રહ્યા છે. પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ માલદીવમાં રજાઓ માણી રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by celebrity insider (@trendydomain_)

હવે તે પાછો ફર્યો છે. રવિવારે વિરાટ કોહલીએ પોતાનો બીચ પરનો શર્ટ વગરનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ફોટો સાથે, તેણે કેપ્શનમાં કંઈપણ લખ્યું ન હતુ અને માત્ર એક સન ઈમોજી જ શેર કર્યુ હતુ. વિરાટ પહેલા અનુષ્કા શર્માએ પોતાનો બીચ લુક ચાહકો સાથે શેર કર્યો હતો. આ તસવીરોમાં અનુષ્કા શર્મા ઓરેન્જ મોનોકિની સાથે સ્કાર્ફ અને રાઉન્ડ કેપ પહેરેલી જોવા મળી હતી. તસવીર શેર કરતી વખતે અનુષ્કાએ ફની કેપ્શન લખ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

તેણે લખ્યું, ‘તમારો પોતાનો ફોટો લેવાનું પરિણામ’. અનુષ્કાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા તેની આગામી ફિલ્મ ચકડા એક્સપ્રેસના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મથી તે મોટા પડદા પર વાપસી કરવા જઇ રહી છે. આ ફિલ્મને લઇને ચાહકો પણ ઘણા ઉત્સાહિત છે.

Shah Jina