કોરોના સામે ભારતની લડાઈમાં આગળ આવ્યા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા, આટલા કરોડનું કર્યું દાન

કોરોના વાયરસના કારણે આજે આખો દેશ સંકટમાં ફસાયેલો છે ત્યારે ભારતની મદદે ઘણા દેશો પણ આગળ આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા પણ કોરોના સામેની આ લડાઈમાં મદદ માટે આગળ આવ્યા છે.

વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ કોરોના વાયરસ સામેની લડાઈમાં મદદ માટે બે કરોડ રૂપિયાનું દાન કર્યું છે. તેમનું લક્ષ્ય 7 કરોડ રૂપિયા ભેગા કરવાનું છે. આ બનાને સામાન્ય જનતાને નાણાં ભેગા કરવા વળી સંસ્થા કેટો દ્વારા ધનરાશિ ભેગી કરવાનું કહી રહ્યા છે. બંનેએ પોતાના ચાહકોને અપીલ કરી છે કે તે આ અભિયાનમાં તેમનું સમર્થન કરે. આ વાતની જાણકરી વિરાટ કોહલીએ ટ્વીટર ઉપર આપી છે.

અનુષ્કા અને વિરાટ બંનેએ પોતાના સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે આ વાત જણાવી રહ્યા છે. વીડિયામાં તે કહે છે, “આપણો દેશ કોવિડ 19ની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો છે, આપણી હેલ્થકેર સિસ્ટમ અનેક પડકારોનો સામનો કરી રહી છે.”

તે આગળ જણાવે છે કે, “લોકોની મજબૂરી જોઈને મારું હૃદય ભાંગી પડ્યું છે. તેથી જ મેં તથા વિરાટે કેટ્ટો સાથે મળીને #InThisTogether નામનું અભિયાન શરૂ કર્યું છે. આપણે આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવીશું. મહેરબાની કરીને ભારત તથા ભારતીયોના સપોર્ટમાં આગળ આવો. તમારું કોન્ટ્રીબ્યૂશન આ મુશ્કેલ સમયમાં કોઈનું જીવન બચાવી શકે તેમ છે માસ્ક પહેરો, ઘરમાં રહો, સલમાત રહો.”

વિરાટ અને અનુષ્કા દ્વારા શરૂ કરવામાં આવેલું અભિયાન કેટ્ટો પર 7 દિવસ સુધી ચલાવવામાં આવશે. આ ફંડમાં ભેગી થયેલી રકમ ACT ગ્રાન્ટ્સને આપવામાં આવશે. ACT અભિયાનનો ઈમ્પ્લિમેન્ટેશન પાર્ટનર છે. ACT કોરોનાકાળમાં ઓક્સિજન, દવા, મેનપાવર, વેક્સિનેશન તથા નાગરિકોમાં જાગૃતતા વધારવાનું કામ કરે છે.

Niraj Patel