આગળના ઘણા દિવસોથી ફિલ્મ બાહુબલીની અભિનેત્રી અનુષ્કા શેટ્ટી ચર્ચાનો વિષય બનેલી છે. ખબર એ હતી કે અનુષ્કા શેટ્ટીનું અફેર ફિલ્મ ‘જજમેન્ટલ હૈ ક્યાં’ ના ડાયરેક્ટર પ્રકાશ કોવેલામુડી સાથે ચાલી રહ્યું છે. એવામાં આવી અફવાઓ પર પોતાની ચુપ્પી તોડતા અનુષ્કાનું નિવેદન સામે આવ્યું છે અને નારાજગી વ્યક્ત કરી છે.

ખબર હતી કે અનુષ્કા જલ્દી જ છૂટાછેડા થયેલા ડાયરેકર પ્રકાશ સાથે લગ્ન કરવાની તૈયારીઓમાં લાગેલી છે. એવામાં પોતાની ચુપ્પી તોડતા અનુષ્કાએ અફવાઓ પર વિરામ લગાવ્યું છે.

તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેક્ટર પ્રકાશ કોવેલામુડી અનુષ્કા શેટ્ટીના સારા મિત્ર માનવામાં આવે છે. પ્રકાશે વર્ષ 2014 માં ફિલ્મ રાઇટર કનિકા ઢિલ્લો સાથે લગ્ન કર્યા હતા પણ વર્ષ 2017 માં બંન્નેના છૂટાછેડા થઇ ગયા હતા. જજમેન્ટલ હૈ ક્યાં પ્રકાશે ડાયરેક્ટ કરી હતી જયારે ફિલ્મની રાઇટર કનિકા છે. બંન્ને આજે પણ સારા મિત્રો છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 15 વર્ષ પૂર્ણ થવાનો જશ્ન મનાવી રહેલી અનુષ્કાએ અફવાઓ પર કહ્યું કે,”આ વાતમાં કોઈ જ હકીકત નથી. હું આવા પ્રકારની અફવાઓથી પ્રભાવિત નથી થતી. ન જાણે શા માટે મારા લગ્ન બધા માટે આટલી મોટી વાત છે. કોઈપણ પોતાનો સંબંધ છુંપાવી ન શકે તો હું મારા લગ્ન કેવી રીતે છુપાવી શકું?”

અનુષ્કાએ આગળ ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે,”મને સમજ નથી પડતી કે કોઈ આવા પ્રકારની ખબરો કેવી રીતે લખી શકે? જો કોઈ ખોટી ખબર લખે છે, તો તેની અસર તેના પરિવાર પણ પડે છે. લોકોને આ વાતની ખબર હોવી જોઈએ”.

અનુષ્કાએ આગળ કહ્યું કે,”મારી પાસે મારી વ્યક્તિગત સ્પેસ છે અને મને પસંદ નથી કે તેમાં કોઈ ઘૂસવાની કોશિશ કરે. લગ્ન એક પવિત્ર બંધન છે. તે જેટલું બીજા માટે મહત્વપૂર્ણ છે તેટલું જ મારા માટે પણ છે. અને જે દિવસે હકીકતે મારા લગ્ન થશે ત્યારે લોકોને ખબર પડી જ જશે. હું તેવી વ્યક્તિ છું જે આવા પ્રકારની બાબતો છુપાવવાનું પસંદ નથી કરતી જેનાથી મને ખુશી મળે છે. બની શકે કે હું સાર્વજનિક સ્વરૂપે ઘોષણા ન કરું કે હું કોની સાથે લગ્ન કરી રહી છું પણ પૂછનારા લોકોનું હું હંમેશા સ્વાગત કરીશ અને તેને જવાબ આપવા માટે પણ હંમેશા તૈયાર રહીશ”.

જણાવી દઈએ કે ફિલ્મ બાહુબલી પછી અનુષ્કાનું નામ અભિનેતા પ્રભાસ સાથે પણ જોડવામાં આવ્યું હતું. જો કે પ્રભાસ સાથેના રીલેશનની વાત પણ અનુષ્કાએ એક અફવા જ જણાવી હતી.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.