ઇંગ્લેન્ડમાં અનુષ્કા શર્મા દીકરી વામિકાને બાબાગાડીમાં લઇને નીકળી ગઇ વોક પર, વાયરલ થઇ તસવીર

પરી જેવી દીકરીને અનુષ્કા શર્મા બાબાગાડીમાં બેસાડીને વૉક પર નીકળી, જુઓ PHOTOS

બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા આ સમયે પતિ અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે યૂકેમાં છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ અભિનેત્રીને દીકરી વામિકા સાથે વોક કરતા સ્પોટ કરવામાં આવી હતી.

અભિનેત્રી અનુષ્કા શર્મા ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે. આ સમયે તે વિરાટ કોહલી સાથે યૂકેમાં છે. ત્યારે દીકરી વામિકાને વોક પર ફેરવતી તસવીર હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે.

તસવીરમાં જોઇ શકાય છે કે, અનુષ્કા શર્માએ એક મોટો બ્રાઉન કોટ પહેરેલો છે. તેણે તેના વાળમાં પોની ટેલ બનાવેલી છે. જો કે તસવીરમાં વામિકાનો ચહેરો જોવા મળી રહ્યો નથી. ત્યારે સોશિયલ મીડિયા પર આ તસવીર વાયરલ થતા જ ચાહકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Fanpage 🇮🇳 (@itsviratkohlii)

આ તસવીર પર હજારો લોકોએ અત્યાર સુધી લાઇક કરી છે. તેમજ કમેન્ટ પણ કરી રહ્યા છે. વામિકાની એક ઝલક જોવા માટે લોકો બેતાબ રહેતા હોય છે ત્યારે વિરાટ અને અનુષ્કા તેને દુનિયા સામે લાવવા ઇચ્છતા નથી.

થોડા સમય પહેલા જ વિરાટ કોહલીએ એક ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશન રાખ્યુ હતુ અને આ દરમિયાન એક યુઝરે તેને પૂછ્યુ હતુ કે તેમણે તેમની દીકરીને સોશિયલ મીડિયાથી દૂર કેમ રાખી છે.

વિરાટે આ પર કહ્યુ હતુ કે, અમે એક કપલ તરીકે આ સમયે દીકરીને સોશિયલ મીડિયાથી દૂર રાખવાનો નિર્ણય કર્યો છે. જયાં સુધી તેને સોશિયલ મીડિયા વિશે બરાબર ખબર નથી પડતી ત્યાં સુધી… તેમણે કહ્યુ હતુ કે, સોશિયલ મીડિયા યુઝ કરવાનો નિર્ણય તે પોતે કરશે.

Shah Jina