મનોરંજન

ડીલેવરી બાદ પહેલીવાર જોવા મળી અનુષ્કા શર્મા, પતિ વિરાટ કોહલી સાથે કેમેરામેનને આપ્યા શાનદાર પોઝ, જુઓ તસવીરો વીડિયો

વાહ, બાળકને જન્મ આપ્યા પછી પહેલીવાર અનુષ્કા શર્મા જોવા મળી, જુઓ વિડીયો

ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી અને બોલીવુડની અભિનેત્રી અનુષ્કા શર્મા માતા-પિતા બની ગયા છે. અનુષ્કા ડીલેવરી બાદ પહેલીવાર હવે ઘરની બહાર નજર આવી છે, જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

વિરાટ કોહલી પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથે ઘરની બહાર સ્પોટ થયા હતા, તે દરમિયાન કેમેરામેનને પણ તેમને ઘણા પોઝ આપ્યા હતા. જેની તસવીરો ઇન્ટરનેટ ઉપર છવાયેલી છે.

આ મહિનાની 11 જાન્યુઆરીના રોજ વિરાટ અને અનુષ્કા માતા-પિતા બન્યા છે. અનુષ્કાએ એક દીકરીને જન્મ આપ્યા છો. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા દ્વારા પોસ્ટ કરી અને દીકરી જન્મની જાહેરાત કરી હતી. પરંતુ હજુ સુધી તેમની દીકરીનો ચહેરો સામે આવ્યો નથી.

વિરાટ કોહલી અને અનુષ્કાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બંને ઘરમાંથી બહાર નીકળી અને ગાડીમાં બેસવા માટે જઈ રહ્યા છે. આ વીડિયો ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે.

આ દરમિયાન જ કેમેરામેન તેમને સાથે આવવાનું કહે છે, જેના કારણે તેમની સાથે તસવીરો ખેંચી શકાય.તમને જણાવી દઈએ કે જયારે અનુષ્કા ગર્ભાવસ્થામાં હતી ત્યારે છેલ્લા છેલ્લા દિવસોમાં પણ અનુષ્કાની ફિટનેસ પર જરા પણ ખામી નથી આવી. વીડિયોમાં અનુષ્કાએ વ્હાઇટ ટોપ અને જેગિંગ્સ પહેરી રાખી છે અને ટ્રેડમિલ પર ચાલી રહી છે.

અનુષ્કાના આ વીડિયોને પણ ખુબ પસંદ કરવામાં આવ્યો હતો. વિરાટ કોહલીએ પણ કેમેરામેનના કહ્યા મુજબ અનુષ્કાની સાથે આવે છે અને કેમેરામેન સામે પોઝ આપતી ઘણી તસવીરો પણ ખેંચાવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

વિરાટ કોહલી પોતાની પ્રાઈવસીનો લઈને હજુ પોતાની દીકરીનો ચહેરો દુનિયા સામે લાવવા નથી માંગતો. જેની વાત પોસ્ટ દ્વારા જ વિરાટે કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)