ફિલ્મી દુનિયા

વિરાટે કરી અનુષ્કા સાથેની રોમેન્ટિક તસ્વીર શેર, લોકોએ એવી મજાક ઉડાવી કે…

ગ્લેમરસ ગણાતા સેલેબ્રીટી કપલમાંથી એક અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની તાજેતરની તસ્વીરો ઇન્ટરનેટ પર છવાયેલી છે. બુધવારે સવારે વિરાટે સોશિયલ મીડિયા પર એક સેલ્ફી પોસ્ટ કરી છે જેમાં તે પત્ની અનુષ્કાના ખોળામાં પડેલો જોવા મળે છે, તે સમુદ્રની બાજુમાં લાઉન્જ ચેર પર બેઠો છે.

આ તસ્વીરમાં અનુષ્કા બ્લેક બિકિની અને બ્લેક ચશ્મા પહેરેલી જોવા મળી રહી છે. આ તસ્વીરમાં વિરાટ કેમેરા તરફ જોઈને પાઉટ કરતો દેખાઈ રહ્યો છે. જયારે અનુષ્કા દૂર કોઈક બીજી વસ્તુને જોઈ રહી છે.

 

View this post on Instagram

 

❤️

A post shared by Virat Kohli (@virat.kohli) on

એવુ લાગી રહ્યું છે કે આ તસ્વીર ભારતીય ક્રિકેટ ટીમના તાજેતરમાં પૂરા થયેલા વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ દરમિયાન ક્લિક કરવામાં આવી છે, જેમાં અનુષ્કા તેના પતિ સાથે ગઈ હતી.

એક તરફ તેમના ચાહકોને તેમની આ તસ્વીર ખૂબ જ પસંદ આવી રહી છે બીજી તરફ લોકો તેમની આ તસ્વીર પર મીમ્સ બનાવીને તેમને ટ્રોલ પણ કરી રહયા છે. જે ખૂબ જ વાયરલ થઇ રહયા છે.

એક યુઝરે આ તસ્વીર પર કોમેંટ કરી, ‘માન્યવર સ્વિમ વેર’

અનુષ્કાને બિકિનીમાં જોઈને લોકોએ ઘણી કૉમેન્ટ્સ કરી. એક યુઝરે લખ્યું, ટેક્સટાઇલ કંપની હાલમાં સમસ્યાઓનો સામનો કરી રહી છે કારણ કે યુવાનોએ કપડા પહેરવાનું બંધ કરી દીધું છે.

એક યુઝરે લખ્યું, એક સમયે મને લાગ્યું કે રોહિત શર્મા છે.

એક યુઝરે લખ્યું કે વિરાટે કપડા પહેર્યા નથી. જેના કારણે કાપડ કંપનીને નુકસાન વેઠવું પડી રહ્યું છે. સરકાર ઉપર આરોપ લગાવવાનું બંધ કરો.

ત્યારે એક યુઝરે અનુષ્કાની જગ્યાએ આમિર ખાનની તસ્વીર લગાવી દીધી.

એક યૂઝરે લખ્યું, ‘બંનેનું ચલણ ફાટ્યું કે શું?’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks