2 ચોટીમાં ક્યુટ લાગે છે વિરુષ્કાની દીકરી વામિકા, મમ્મી અનુષ્કાએ શેર કરી પપ્પા સાથેની ક્યુટ તસવીર

ખુશખબરી: પરી જેવી વામિકાની નવી તસવીરો આવી ગઈ સામે…જુઓ કેવી ક્યૂટ દેખાય છે

જ્યારથી અનુષ્કા શર્મા માતા બની છે, ત્યારથી તે પોતાના જીવનની આ પળોને ખૂબ માણી રહી છે. અભિનેત્રી ઘણી વાર પતિ વિરાટ કોહલી અને દીકરી વામિકા સાથે સુંદર તસવીરો શેર કરતી રહે છે.

હાલમાં જ અનુષ્કા શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે જેમાં તેની દીકરી વામિકા અને વિરાટ કોહલી જોવા મળી રહ્યા છે. અભિનેત્રીની આ તસવીર ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ (Anushka Sharma)થોડાક મહિનાઓ પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી તેની દીકરીના નામનો ખુલાસો કર્યો છે.

તેની દીકરીનું નામ જણાવવાની સાથે જ તેણે તેના પતિ વિરાટ (Virat Kohli)સાથે નાનકડી લાડલીની તસવીર પણ શેર કરી હતી. ઇન્ટરનેટ પર ફેન્સ દ્વારા આ તસવીરને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તેણે કેપ્શનમાં લખ્યું અમે જીવનના દરેક રીતે પ્રેમ, ઉપસ્થિતિ અને કૃતજ્ઞતાની સાથે રહ્યા છીએ પરંતુ આ નાનકડી વામિકાએ (Vamika) તેને બિલકુલ નવા સ્તર પર લઇ જઇ અમને એક અનુભવનો કરાવ્યો છે.

આનંદ, આંસુ, સ્માઇલ, ભાવનાઓ, ચિંતા જે ક્યારેક કેટલીક મિનિટોનો અનુભવ હોય છે લોકોએ આપેલી શુભેચ્છાઓ પ્રાર્થના અને સારી ઉર્જા માટે તમને દરેક ને ધન્યવાદ..ઇન્ટરનેટ પર આ નામની ખૂબ પ્રસંશા કરવામાં આવી રહી છે. વામિકા એક શક્તિશાળી વ્યક્તિત્વનું પ્રતિનિધિત્વ કરે છે. આ નામનો અર્થ છે દુર્ગા જેવી!

તેમના સોશિયલ મીડિયા પોસ્ટ પર પુત્રીને સારા સ્વાસ્થ્ય, ધન અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવતા લોકો વામિકાને આશીર્વાદ આપી રહ્યા છે સાથે જ કોમેન્ટ સેક્શનમાં અનુષ્કા અને વિરાટને બેબી વામિકા માટે શુભેચ્છાઓ મળી રહી છે.

વામિકા ‘ને બે નામો – વિરાટ અને અનુષ્કાના સંયોજન તરીકે જોઇ શકાય છે, તેનો માન્ય અર્થ પણ છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, વામિકા દેવી દુર્ગાનું બીજું નામ છે. આ નામની ઉત્પતિ અમા વામા નામથી થયેલી છે જે હિન્દુ દેવ શિવનો બીજો પહેલુ / ચહેરો છે. શિવલિંગ પર, પંચમ મુખ ‘વામદેવ’નો છે જે શિવનું શાંત કાવ્યાત્મક પક્ષ છે. દેવી દુર્ગા, જેને ભગવાન શિવના અર્ધ સ્વરૂપ માનવામાં આવે છે, તે વામિકા તરીકે પણ ઓળખાય છે.

11 જાન્યુઆરી 2021ના ​​રોજ જન્મેલી વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પુત્રીનો ચહેરો હજી સોશિયલ મીડિયા પર ભલે બતાવવામાં આવ્યો નથી. પરંતુ અનુષ્કા અને વિરાટ ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની દીકરી સાથેની તસવીરો શેર કરતી રહે છે. અનુષ્કા લગભગ 1 મહિના બાદ તાજેતરમાં યુએઈ પહોંચી છે. જ્યાં બાયો પરપોટામાં પ્રવેશવા માટે જરૂરી ક્વોરેન્ટાઇન પીરિયડ સમાપ્ત થયા બાદ છેવટે વિરાટ તેની પુત્રી અને તેની પત્નીને મળ્યો છે.

સોમવારે અનુષ્કાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં વિરાટ કોહલી તેની પુત્રી વામિકા સાથે રમતા જોવા મળે છે. તે વામિકાને જોઈને ખૂબ જ ખુશ દેખાય છે. આ સુંદર ફોટો શેર કરતા અનુષ્કાએ લખ્યું કે મારુ પૂરુ દિલ એક ફ્રેમમાં. વિરાટ અને અનુષ્કાનો ફોટો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી 34 લાખથી વધુ લોકોએ આ ફોટોને લાઈક કર્યો છે.

ઘણા સેલિબ્રિટીઓ પણ આના પર તેમના પ્રેમની પ્રશંસા કરી રહ્યા છે. મસાબા ગુપ્તા, રકુલ પ્રીત, નીતી મોહન સહિત આ તસવીર પર ઘણા બોલિવૂડ સ્ટાર્સે કમેન્ટ કરી હતી. આ પહેલા શનિવારે અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીની તસવીર શેર કરી હતી, જેમાં તે તેની સાથે પોતાનો ક્વોરેન્ટાઈન પ્રેમ દર્શાવતી જોવા મળી હતી. આ તસવીરોમાં વિરાટ બાલ્કનીમાંથી અને લોનમાંથી અનુષ્કાને હાય કહી રહ્યો હતો.

તમને જણાવી દઈએ કે વિરાટ અને અનુષ્કા થોડા સમય માટે એકબીજાથી દૂર હતા. જ્યારે વિરાટ યુએઈમાં IPL ના બીજા તબક્કા માટે RCB સાથે હાજર હતા, ત્યારે અનુષ્કા તેની પુત્રી સાથે મુંબઈમાં શૂટિંગમાં વ્યસ્ત હતી.

બાપ અને લાડલી દીકરી એટલે કે વિરાટ કોહલી અને પુત્રી વામિકાની આ તસવીરો ફેન્સ તેમજ એક્ટ્રેસના બૉલીવુડ ઈન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્સને ખૂબ પસંદ આવી છે. એક જમાનાની ફેમસ અભિનેત્રી દીયા મિર્ઝા, મસાબા ગુપ્તા, રકુલ પ્રીત, નીતિ મોહન, રણવીર સિંહ, ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા, તાહિરા કશ્યપ, કાજસ અગ્રવાલ તેમજ સુનીલ શેટ્ટી સહિતના સેલેબ્સે રેડ હાર્ટ ઈમોજી મૂકીને વામિકા પર પ્રેસ વરસાવ્યો છે.

દુર્ગાષ્ટમીના દિવસે બૉલીવુડ અભિનેત્રીએ દીકરી વામિકા સાથેની તસવીર શેર કરી હતી. જેમાં તે દીકરીને રમાડતી જોવા મળી હતી. અભિનેત્રીએ ઇન્સ્ટા માં લખ્યું હતું ‘તું મને દરરોજ વધુ સાહસી અને બહાદુર બનાવી રહી છે. મારી લાડલી ક્યૂટ વામિકા તને હંમેશા તારી અંદરથી જ દેવી શક્તિ મળતી રહે. અષ્ટમીની શુભકામના’.

મિત્રો તમને જણાવી દઈએ કે, બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ દીકરીનું નામ મા દુર્ગાના નામ પરથી પાડ્યું છે. વામિકા સંસ્કૃત નામ છે. મા દુર્ગાનું સંસ્કૃતમાં નામ વામિકા છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની દીકરી વામિકાનો જન્મ 11 જાન્યુઆરી 2021ના રોજ થયો છે

Shah Jina