મનોરંજન

ચિંતિત અનુષ્કા શર્માને સહારો આપતો જોવા મળ્યો વિરાટ કોહલી, તસવીરો થઇ રહી છે વાયરલ

અનુષ્કાને ચાલવામાં તકલીફ પડતી હતી તો પતિ પરમેશ્વરે આપ્યો સહારો, જુઓ તસવીરો: ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માના ઘરમાં જલ્દી જ ખુશીઓ આવવાની છે, અનુષ્કા હવે થોડા સમયમાં જ માતા બનાવની છે ત્યારે આ દરમિયાન તેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી જોવા મળે છે.

Image Source (Instagram: Viral Bhayani)

અનુષ્કા ઘણી જગ્યાએ સ્પોટ પણ થાય છે, ત્યારે હાલ તે ક્લિનિકની બહાર પતિ વિરાટ કોહલી સાથે નજર આવી હતી. આ તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે.

Image Source (Instagram: Viral Bhayani)

તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે અનુષ્કા થોડી ચિંતિત દેખાય છે તો વિરાટ કોહલી તેને સાચવીને લઇ જતો જોવા મળે છે.

Image Source (Instagram: Viral Bhayani)

અનુષ્કા અને વિરાટ બંનેએ કોરોનાને ધ્યાનમાં રાખીને માસ્ક પહેરી રાખ્યું હતું. તો અનુષ્કા શર્મા મોટી સાઈઝની કાળા રંગની વન પીસ ટી શર્ટમાં જોવા મળી હતી. તો વિરાટ કોહલી આ દરમિયાન અનુષ્કાનું સંપૂર્ણ ધ્યાન રાખતો પણ જોવા મળ્યો હતો. વિરાટ અને અનુષ્કા બાંદ્રા સ્થિત એક ક્લિનિકની અંદર પહોંચ્યા હતા, તે દરમિયાન તેમની તસવીરો સામે આવી હતી.

Image Source

અનુષ્કા આ મહિને જ પોતાના બાળકને જન્મ આપવાની છે, ત્યારે અવાર-નવાર અનુષ્કાને ક્લિનિકની બહાર સ્પોટ કરવામાં આવતા એ વાતનો અંદાજો પણ ચાહકો લગાવી રહ્યા છે કે તેની ડીલેવરી ડેટ હવે નજીક આવી ગઈ છે.

Image Source

આ વખતે અનુષ્કા વિરાટ સાથે રૂટિન ચેકઅપ માટે પહોંચી હતી. ચેકઅપ બાદ બંને એક રેસ્ટોરન્ટમાં લંચ માટે પહોંચ્યા હતા. જ્યાં કેમેરામેને તેમને પોતાના કેમેરામાં કેદ કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)